પડધરી બાયપાસ પાસે પુરપાટ ઝડપે ઇક્કો કારના ચાલકે એક્ટિવા ફંગોળાયુ યુવતીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો

પડધરી બાયપાસ પાસે પુરપાટ ઝડપે ઇક્કો કારના ચાલકે એક્ટિવા ફંગોળાયુ યુવતીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો
પડધરી બાયપાસ પાસે પુરપાટ ઝડપે ઇક્કો કારના ચાલકે એક્ટિવા ફંગોળાયુ યુવતીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો
જામનગર રોડ અકસ્માત ઝોન બની ગયો હોય તેમ દરરોજ અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે અને કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. ગઈકાલે બપોરના પડધરી બાયપાસ પાસે પુરપાટ ઝડપે આવી રહેલ ઇક્કો કારના ચાલકે આગળ જતી એક્ટિવાને હડફેટે લેતાં તેમાં સવાર ભાઈ-બહેન રોડ પર ફંગોળાયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં યુવતીને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના ભાઈને ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ ખસેડાયા હતાં. બનાવ અંગે જાણ થતાં પડધરી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.જોડિયાના કેસીયા ગામેથી સાતમ-આઠમની રજા પુરી કરી જેમીનાબેન ગોધાણી (પટેલ) અમદાવાદ જવા રાજકોટ એન્જિનિયરીંગ કરતાં ભાઈ સાથે નીકળી હતી: અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો: ભાઈને સારવારમાં ખસેડાયો: પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત સર્જનાર ઇક્કો ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી.

પ્રાપ્ત વિગત મુજબ, જોડિયાના કેસીયા ગામે રહેતાં જેમીનાબેન હસમુખભાઈ ગોધાણી (ઉ.વ.22) ત્રણ બહેન અને એક ભાઈ છે. તે રાજકોટમાં એમસીએનો રાજકોટમાં અભ્યાસ કરી અમદાવાદ ઇન્ટરશીપ કરતી હતી. સાતમ-આઠમના તહેવાર પર રજા હોવાથી તે કેસીયા ગામે આવી હતી. તહેવાર પૂર્ણ થતાં તેનો ભાઈ રાજ પણ રાજકોટમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હોવાથી બંને ભાઈ-બહેનને રજા પુરી થતાં જેમીનાને અમદાવાદ જવું હોવાથી ગઈકાલે બપોરે બંને ઘરેથી એક્ટિવમાં સવાર થઈ રાજકોટ આવવા નીકળ્યાં હતાં.દરમિયાન તેઓ પડધરી બાયપાસ પાસે રેલવે ઓવરબ્રિજ પર પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવેલ ઇક્કો કારના ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતાં બંને ભાઈ-બહેન રોડ પર પટકાયા હતાં અને જેમીનાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper here

બનાવની જાણ થતાં પડધરી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડી યુવતીના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી અકસ્માત સર્જનાર ઇક્કો ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.વધુમાં મૃતકના સ્વજનોએ જણાવ્યું કે, જેમીનાના પિતા ખેતીકામ કરે છે અને તેણીએ એમસીએનો અભ્યાસ પૂરો કરી ઇન્ટરશીપમાં અમદાવાદ લાગી હતી. પોતાના સ્વપ્ન સાકાર કરી પરિવારને મદદરૂપ થાય તે પહેલાં જ આશાસ્પદ પુત્રીનું મોત નિપજતાં પરિવાર પર વજ્રઘાત પડ્યો હતો.


જેમીનાએ મોત બાદ પણ અન્યના જીવનમાં રોશની ફેલાવી: પરિવારે તત્કાલ નિર્ણય કરી ચક્ષુદાન કર્યું

જોડિયાના કેસીયા ગામે રહેતી અને અમદાવાદ ઇન્ટરશીપ કરતી જેમીના ગોધાણીનું ગઈકાલે પડધરી પાસે માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા બાદ પણ તે જીવંત રહી હતી. એક તરફ પટેલ પરિવાર આશાસ્પદ પુત્રી ગુમાવ્યાના શોકમાં ગરકાવ હતો. ત્યારે જ પરિવારે તત્કાલ નિર્ણય કરી જેમીનનું ચક્ષુદાન કરી અન્યના જીવનમાં રોશની ફેલાવી તેને કાયમ માટે જીવંત રાખી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here