નેશનલ હાઇ-વે પર 1લી એપ્રિલથી મુસાફરી માટે ટોલ ટેક્ષ વધશે

    NATIONAL-HIGHWAY-TOLL-TAX
    NATIONAL-HIGHWAY-TOLL-TAX

    Subscribe Saurashtra Kranti here.

    નેશનલ હાઈવે ઓથોરીટી દર નાણાકીય વર્ષમાં ટોલ ટેક્ષ વધારો

    નેશનલ હાઈવે ઓથોરીટી ટોલના દરોમાં ૫ ટકા વધારો કરશે

    નેશનલ હાઈવે પર ૧લી એપ્રિલથી મુસાફરી કરવા માટે તમારે તમારૂ ગજવુ હળવુ કરવુ પડશે. નેસનલ હાઈવે ઓથોરીટી ટોલના દરોમાં ૫ ટકા વધારો કરવાની તૈયારીમાં છે તો માસિક પાસની કિંમતમાં પણ ૧૦ થી ૨૦ રૂ.નો વધારો થશે.

    નેસનલ હાઈવે ઓથોરીટી દર નાણાકીય વર્ષમાં ટોલ ટેક્ષ વધારે છે. ફાસ્ટટેગ ફરજીયાત કર્યા બાદ ટોલ ટેક્ષમાં વધારાથી ટ્રાન્સપોર્ટરોની સાથે સાથે સામાન્ય લોકો પર પણ બોજો પડશે.

    નવા ભાવ ૧લી એપ્રિલથી તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે. જેને લઈને ફોરવ્હીલર અને તેનાથી મોટા વાહનોએ વધુ ટેકસ આપવો પડશે. અત્રે નોંધનીય છે કે ઓથોરીટીએ ૨૦૦૮મા તમામ ટોલ પ્લાઝા પર ટેકસ વધારવાની જોગવાઈ કરી હતી. ત્યાર બાદ નિયમ અનુસાર દરેક નાણાકીય વર્ષમાં ટોલ ટેકસ વધે છે. ઓથોરીટીના વડાએ મંત્રાલયને રીપોર્ટ મોકલ્યો છે.

    Read About Weather here

    આ ઉપરાંત નિયમીત યાત્રિકોએ પણ ટોલના વધારેલા બોજાનો સામનો કરવો પડશે. માનવામાં આવે છે કે માસિક ટોલમાં પણ ૧૦થી ૨૦ રૂ.નો વધારો થશે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here