જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં નહીં યોજાય બોર્ડની પરીક્ષા: ડો.રમેશ પોખરિયાલ

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

નવી દિલ્હી: બોર્ડની પરીક્ષાને લઈને તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ઓછામાં ઓછી જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૧માં બોર્ડની પરીક્ષા લેવાશે નહીં. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે તેની જાહેરાત કરી છે. નિશંકે કહૃાુ કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોઈ બોર્ડની પરીક્ષા લેવાશે નહીં. બોર્ડની પરીક્ષાને લઈને બાદમાં નિર્ણય લેવામાં આવશે.

દેશભરના શિક્ષકોની સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ જાહેરાત કરી છે. નિશંક પહેલા પણ કહી ચુક્યા છે કે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. તેમણે ૧૦ ડિસેમ્બરે કહૃાું હતું કે, પરીક્ષાનું આયોજન માર્ચમાં જ કરાવવું ફરજીયાત નથી.