જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાંથી સેનાના ૨ જવાનો ગુમ થતા ખળભળાટ મચ્યો

સીમા સુરક્ષા દળ ના ૨ કૉન્સ્ટેબલો અચાનક રાજૌરી સેક્ટરની એક શિબિરથી ગુમ થયા બાદ હડકંપ મચી ગયો છે. બીએસએફ અધિકારીઓએ પોલીસમાં બંને કૉન્સ્ટેબલો ગુમ થયા હોવાનો રિપોર્ટ નોંધાવ્યો છે. પોલીસે પણ બંનેની શોધ માટે પોતાનું સર્ચ ઑપરેશન તેજ કરી દીધું છે. અત્યાર સુધી કોઈ પણ કૉન્સ્ટેબલ વિશે કોઈ જાણકારી હાથ નથી લાગી શકી. પોલીસથી મળેલી જાણકારી પ્રમાણે બીએસએફના આ બંને કૉન્સ્ટેબલ જનરલ ડ્યૂટી શ્રેણી અંતર્ગત સુંદૃરબની ઉપજિલ્લા મુખ્યાલય બીએસએફ શિબિરમાં તેનાત હતા.

જ્યારે મોડી સાંજે આ બંને કૉન્સ્ટેબલ શિબિરમાં પરત ના પહોંચ્યા તો શિબિરમાં ખળભળાટ મચી ગયો. બીએસએફ અધિકારીઓના નિર્દેશ પર પહેલા તો સાથી જવાનોએ શોધ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે બંને વિશે કોઈ ભાળ ના મળી તો પોલીસે ગુમ થયાનો રિપોર્ટ નોંધ્યો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે રિપોર્ટ નોંધાવ્યા બાદૃ જ તેમની ટીમે બંને કૉન્સ્ટેબલોની શોધ શરૂ કરી દીધી છે. ઉપજિલ્લા મુખ્યમથકમાં તેમની સાથે ડ્યૂટી કરનારા સાથીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ સુધી બંને કૉન્સ્ટેબલો વિશે કોઈ જાણકારી મળી હતી.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર સેનાએ ગાળિયો કસેલો છે અને તેમનું એક પણ ષડયંત્ર સફળ થઈ રહૃાું નથી. બીજી તરફ અહીં પાકિસ્તાનની કાળી કરતૂતોનો રોજેરોજ પર્દાફાશ થઈ રહૃાો છે. કાશ્મીરમાં પાકિસ્તાન સાથેની સરહદ પર અનેક સુરંગ મળી ચુકી છે જેનો ઉપયોગ પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને ઘૂસેડવા માટે કરે છે. બીએસએફે શનિવારના જમ્મુના હીરાનગર સેક્ટરના પાનસર વિસ્તારમાં પાકિસ્તાનના વધુ એક ટનલ ષડયંત્રને અસફળ કરી દીધું.