આરબીઆઇએ દેશના ૧૦૦ ડિફોલ્ટરની ૬૨,૦૦૦ કરોડની લોન માફ કરી

આરટીઆઇમાં મોટો ખુલાસો: કોના બાપની દિવાળી

ભારતની કેન્દ્રીય બેક્ધ દ્વારા ભારતના ટોચના ૧૦૦ ડિફૉલ્ટરની ૬૨૦૦૦ કરોડની લોન માફ કરી દેવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેક્ધ દ્વારા ભારતના ૧૦૦ મોટા દૃેવાદૃરોની લોન માફ કરવામાં આવી છે અને જે કંપનીઓની લોન માફ કરવામાં આવી છે તેમાં જતીન મેહતાની કંપની ટોપમાં છે. રિઝર્વ બેક્ધ દ્વારા એક રીપોર્ટ અનુસાર ભારતીય રિઝર્વ બેક્ધ દ્વારા ૧૦૦ મોટા વિલફૂલ ડિફૉલ્ટર્સની લોન જતી કરવામાં આવી છે જેની કુલ િંકમત રૂપિયા ૬૨,૦૦૦ કરોડ થાય છે.

આરટીઆઇમાં વધુ એક મોટો ખુલાસો થયો છે કે લોન ચુકવ્યા વગર દેશમાંથી ભાગી ગયેલા મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ ડિફૉલ્ટરની લિસ્ટમાં ટોચના ક્રમે છે અને કંપનીની એનપીએ પાંચ હજાર કરોડથી પણ વધારે છે. કંપનીની ૬૨૨ કરોડની લોન માફ કરવામાં આવી છે.

બિશ્ર્વનાથ ગોસ્વામી દ્વારા એક આરટીઆઇ દાખલ કરવામાં આવી હતી જે બાદૃ આ માહિતીઑ બહાર આવી છે. જે કંપનીઓની લોન માફ કરવામાં આવી છે તેમાં Winsome Diamonds ની ૩,૦૯૮ કરોડ રૂપિયાની લોન જતી કરવામાં આવી છે અને આ યાદીમાં આગળ બાસમતી રાઈસ બનાવટી કંપની REI Agro ૨,૭૮૯ કરોડ, કેમિકલ બનાવતી Kudos Chemie ના ૧,૯૭૯ કરોડ રૂપિયા તથા કન્સ્ટ્રક્શન કંપની Zoom Developers ના ૧,૯૨૭ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે.

બેક્ધ દ્વારા જે કંપનીઓની લોન માફી કરવામાં આવી છે તેમાં ભાગેડુ વિજય માલ્યાને પણ રાહત મળી છે. વિજય માલ્યાની કિંગ ફિશર એરલાઇન્સની ૧,૩૧૪ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી છે. આ સિવાય ABG Shipyard કંપનીની પણ ૧,૮૭૫ કરોડની લોનમાફી થઈ છે.