ચાર ક્રિકેટર્સનું મહારાષ્ટ્ર વિધાનસભામાં સન્માન કરાયું:એકનાથ શિંદેએ ચેમ્પિયન ભારતીય ટીમ માટે રૂા.11 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી

આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ગુરૂવારે મુંબઈના નરિમાન પોઈન્ટ પર યોજેલી વિજય પરેડના બીજા દિવસે મુંબઈના ચાર ક્રિકેટર્સનું મહારાષ્ટ્ર વિધાનસભામાં સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચેમ્પિયન ભારતીય ટીમ માટે રૂા.11 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત પણ કરી હતી.

ચાર ક્રિકેટર્સનું મહારાષ્ટ્ર વિધાનસભામાં સન્માન કરાયું:એકનાથ શિંદેએ ચેમ્પિયન ભારતીય ટીમ માટે રૂા.11 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી ભારતીય

શુક્રવારે સાંજે મહારાષ્ટ્ર વિધાનસભામાં ચેમ્પિયન ભારતીય ટી20 ટીમના સુકાની રોહિત શર્મા સહિત સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ તથા શિવમ દુબેનું સન્માન કરાયું હતું. સાઉથ મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર વિધાન ભવનમાં કોઈ ક્રિકેટરનું આ રીતે સન્માન કરાયું હોય તેવી આ પ્રથમ ઘટના રહી હતી. આ પ્રસંગે વિધાનસભામાં મુખ્યમંત્રી એકનાથ શિંદે તથા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવિસ પણ હાજર હતા.

ચાર ક્રિકેટર્સનું મહારાષ્ટ્ર વિધાનસભામાં સન્માન કરાયું:એકનાથ શિંદેએ ચેમ્પિયન ભારતીય ટીમ માટે રૂા.11 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી ભારતીય

અજીત પવારે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રોહિતે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે માટે હવે તેને ટી20 ક્રિકેટમાં રમતો નહીં જોઈ શકાય પરંતુ જયારે પણ ટી20 મેચ નિહાળીશું ત્યારે અમે તને અને ટીમની સિધ્ધિને જરૂર યાદ કરીશું. ફડણવિસે જણાવ્યું હતું કે, રોહિત શર્માનું નામ ક્રિકેટ ઈતિહાસમાં હંમેશા માટે અંકિત થઈ ગયું છે.

ચાર ક્રિકેટર્સનું મહારાષ્ટ્ર વિધાનસભામાં સન્માન કરાયું:એકનાથ શિંદેએ ચેમ્પિયન ભારતીય ટીમ માટે રૂા.11 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી ભારતીય

રોહિતે એક જ દિવસે સારા અને માઠા સમાચાર આપણને આપ્યા હતા. તેની ટીમે ટી20 વિશ્ર્વ કપ જીત્યો તે જ દિવસે તેણે ટી20માંથી નિવૃતિની જાહેરાત પણ કરી હતી. ગૃહ ખાતુ સંભાળી રહેલા નાયબ મુખ્યમંત્રીએ ટીમ ઈન્ડિયાની વિજય પરેડમાં પોલીસના ચુસ્ત બંદોબસ્તની પણ પ્રશંસા કરી હતી.

ચાર ક્રિકેટર્સનું મહારાષ્ટ્ર વિધાનસભામાં સન્માન કરાયું:એકનાથ શિંદેએ ચેમ્પિયન ભારતીય ટીમ માટે રૂા.11 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી ભારતીય

રોહિત શર્માએ જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકા સામે ફાઈનલમાં મળેલી જીત એ ટીમનો સામૂહિક પ્રયાસ હતો. મને મુખ્યમંત્રી શિંદેએ જણાવ્યું કે, આ પ્રકારનો સન્માન સમારંભ વિધાનસભામાં પ્રથમ વખત યોજાઈ રહ્યો છે.

13 વર્ષના લાંબા સમયગાળા બાદ ટી20 વર્લ્ડ કપ ટ્રોફી ઘરે લાવીને સપનુ સાકાર થયું હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. રોહિતે ફાઈનલ મેચમાં સૂર્યસુમાર યાદવના યાદગાર કેચ બાબતે રમૂજ કરતા જણાવ્યું કે, હમણા સૂર્યકુમારે જણાવ્યું કે, બોલ એકાએક તેના હાથમાં ઝડપાઈ ગયો હતો. જો તેણે કેચ લપકયો ન હોત તો આગામી મેચમાં તે બહાર બેઠો હોત.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here