ખંભાળીયામાં મેઘરાજ મન મૂકી વરસ્યા:માત્ર છ કલાકમાં જ 10 ઈંચ વરસાદ વરસ્યો…

ખંભાળીયામાં મેઘરાજ મન મૂકી વરસ્યા:માત્ર છ કલાકમાં જ 10 ઈંચ વરસાદ વરસ્યો ...
ખંભાળીયામાં મેઘરાજ મન મૂકી વરસ્યા:માત્ર છ કલાકમાં જ 10 ઈંચ વરસાદ વરસ્યો ...

દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ મંદ પડી ગયા બાદ ધીમીગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે, ગઈકાલે પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજા ખંભાળીયા ઉપર ઓળધોળ થઈ ગયા હતા. અને છ કલાકમાં જ 10-ઈંચ વરસાદ પડી જતા ખંભાળીયા જળ બંબોળ થઈ ગયું હતું.આ ઉપરાંત સલાયા, ફલ્લા, અને કોટડા સાંગાણી, પંથકમાં પણ હળવો વરસાદ પડયો હતો.ખંભાળિયા તેમજ ભાણવડ પંથકમાં રવિવારે ચોમાસાના પ્રારંભે જ મેઘ મહેર વરસી હતી અને ખંભાળિયામાં રવિવારે છ કલાકમાં મુશળધાર 10 ઈંચ સાથે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ પોણા 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે ભાણવડ તાલુકામાં પણ અઢી ઈંચ જેટલો તેમજ દ્વારકામાં ગત મધરાત્રે સવા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ખંભાળીયામાં મેઘરાજ મન મૂકી વરસ્યા:માત્ર છ કલાકમાં જ 10 ઈંચ વરસાદ વરસ્યો… ખંભાળીયા

હવામાન વિભાગ દ્વારા અગાઉ જારી કરવામાં આવેલી આગાહીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી ન હતી. તેમ છતાં પણ શનિવારે રાત્રે મેઘાના મંડાણ થયા હતા. શનિવારે રાત્રે આશરે ત્રણેક વાગ્યે શહેરમાં જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. આ વરસાદ ખંભાળિયા તાલુકામાં 8 મીલીમીટર અને ભાણવડ તાલુકામાં વહેલી સવારનો 4 મીલીમીટર નોંધાયો હતો. આ પછી પણ રવિવારે સવારે છ થી નવેક વાગ્યા દરમ્યાન ભાણવડ તાલુકામાં ધોધમાર 55 મીલીમીટર સાથે આજે સવાર સુધીમાં ભાણવડ તાલુકામાં 60 મીલીમીટર (અઢી ઈંચ) વરસાદ પડી ગયો હતો.

ખંભાળીયામાં મેઘરાજ મન મૂકી વરસ્યા:માત્ર છ કલાકમાં જ 10 ઈંચ વરસાદ વરસ્યો… ખંભાળીયા

મેઘરાજાએ ખંભાળિયા તાલુકામાં જાણે મુકામ કર્યો હોય તેમ રવિવારે બપોરે એકાદ વાગ્યાથી શરૂ થયેલો ધોધમાર વરસાદ બપોરે પાંચેક વાગ્યા સુધી અવિરત રીતે વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બપોરે 2 થી 4 દરમિયાન મુશળધાર 5 ઈંચ વરસાદ એક સાથે વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ પછી પણ વધુ 2 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આમ, શનિવારે રાત્રીથી ઓળઘોળ થયેલા મેઘરાજાએ રવિવારે પાંચેક વાગ્યા સુધીમાં ધોધમાર કુલ પોણા 10 ઈંચ (241 મીલીમીટર) પાણી વરસાવી દીધું હતું.

ખંભાળીયામાં મેઘરાજ મન મૂકી વરસ્યા:માત્ર છ કલાકમાં જ 10 ઈંચ વરસાદ વરસ્યો… ખંભાળીયા

ધોધમાર વરસાદના પગલે અહીંના નગર ગેઈટ, સલાયા ગેઈટ, ગોવિંદ તળાવ, વિગેરે નીચાણવાળા વાળા વિસ્તારોમાં ગોઠણ સમા પાણી વહ્યા હતા. ભારે વરસાદના પગલે નાના જળસ્ત્રોતોમાં જાણે ઘોડાપૂર જેવા પાણી આવ્યા હતા.

ખંભાળિયા – દ્વારકા માર્ગ પરના બારા, વડત્રા વિગેરે ગામોમાં ચાર ઈંચ સુધી વરસાદ વરસતા અનેક નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિરમદળ, ઝાકસીયા, સામોર સહિતના ગામોમાં પણ પાંચથી છ ઈંચ સુધી વરસાદ વરસતા નદીઓ વહેતી થઈ ગઈ હતી. આ સાથે ખંભાળિયા – ભાણવડ માર્ગ પરના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યાના વાવડ છે.

ખંભાળિયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આજે સવારે ચઢતા પહોરે 32 મીલીમીટર (સવા ઈંચ) વરસાદ પડી ગયો હતો. જ્યારે કલ્યાણપુર પંથકમાં ગત મધ્ય રાત્રિના છૂટા છવાયા ઝાપટાથી પાંચ મીલીમીટર પાણી વરસ્યાનું પણ નોંધાયું છે. ખંભાળિયા શહેરને પાણી પૂરંમ પાડતા ઘી ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ નથી. રવિવારના વરસાદથી ખંભાળિયા પંથકમાં મોસમનો કુલ 32.5 ટકા તેમજ ભાણવડ તાલુકામાં 11.5 ટકા વરસાદ નોંધાયો છે.

ખંભાળિયામાં શનિવારે રાત્રે વરસાદી ઝાપટાના પગલે લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઈ જતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાસી ગયા હતા. આવી જ પરિસ્થિતિ શહેરમાં રવિવારે બપોરે તેમજ સાંજે પણ જોવા મળી હતી અને અવારનવાર સતત અડધો-પોણો કલાક વીજ વિક્ષેપ રહેતા વીજ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે લોકોમાં પ્રશ્નો ખાડા થયા છે. વરસાદના પગલે થોડો સમય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ પછી ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. રવિવારે આખો દિવસ સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. જો કે આજરોજ સોમવારે વાતાવરણ ચોખ્ખું બની રહ્યું હતું અને સવારથી જ તડકો નીકળતા લોકોએ રાતનો દમ ખેંચ્યો છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here