કોવિડ હોસ્પિટલ માટે રાજકોટ મનપાના કોમ્યુનિટી હોલ ભાડે અપાશે : મેયર

ધનવંતરી રથ
ધનવંતરી રથ

રાજકોટમાં કોરોનાથી બાથ ભીડવા સજ્જડ થતું મનપા તંત્ર

કાલ સુધીમાં રેપીડ એન્ટીજન ટેસ્ટની 25 હજાર કિટ આવી પહોંચશે, મુખ્યમંત્રી સાથે રાજયભરના મનપા પદાઅધિકારીઓ-કમિશ્ર્નરોની ખાસ બેઠક : મેયર, મ્યુ.કમિશ્ર્નર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનની હાજરી

Subscribe Saurashtra Kranti here

ગુજરાતના રાજકોટ જેવા મહાનગરોમાં કાબુ બહાર જઇ રહેલા કોરોના મહામારીના સંક્રમણથી લોકોને બચાવવા, સંક્રમણને કાબુમાં લેવા અને મૃત્યુઆંક ઘટાડવા તેમજ કોરોના દર્દીઓની સારવાર અને સાધન સગવડોની ઉપલબ્ધી જેવા મુદ્ા ઓ પર આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ મનપા સાથે ખાસ વીડિયો કોન્ફરન્સ ચર્ચા વિચારણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વીડિયો મનોમંથનમાં રાજકોટ મ્યુ.કમિશ્ર્નર ઉદિત અગ્રવાલ, મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ અને ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ જોડાયા હતા. ઓનલાઇન માર્ગદર્શન પ્રાપ્ત કરી મુખ્યમંત્રીના સુચનો અને આદેશ મુજબ રાજકોટ મનપાએ કોરોના સામેના જંગનો વિગતવાર રોડ મેપ તૈયાર કર્યો છે અને કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.

એ મુજબ મેયર ડો.પ્રદિપ ડવે ઓનલાઇન ચર્ચા બાદ આજે એવી મહત્વ પૂર્ણ જાહેરાત કરી હતી કે, કોવિડ હોસ્પિટલ બનાવવા માટે મનપા તેના તમામ કોમ્યુનિટી હોલ ભાડે આપવા માટે તૈયાર છે. જે ખાનગી હોસ્પિટલો નવા કોવિડ કેર સેન્ટર બનાવવા માંગતી હોય એમને મનપા રાહત દરે કોમ્યુનિટી હોલ ભાડે આપશે. આ જાહેરાત ખુબ મહત્વની છે. શહેરમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યા અને ઘટતી જતી બેડની સંખ્યાએ વિષમ પરિસ્થિતિ ઉભી કરી હોવાથી ખાનગી હોસ્પિટલના સંચાલકો ધારે તો મનપાના કોમ્યુનિટી હોલ ભાડે લઇ તેને ડેઝીનેટેડ કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરી શકશે. આથી ખાનગી અને સરકારી હોસ્પિટલ પરની ભારણ પણ ઘટી જશે.

ડો. પ્રદિપ ડવે એવું પણ જણાવ્યું હતું કે, રાજકોટમાં આગામી દિવસોમાં ટેસ્ટીંગ અને ટ્રેસીંગનું પ્રમાણ પણ વધુ વેગવાન બનાવી દેવામાં આવશે. ટેસ્ટીંગ કીટની કોઇ અછત નથી એવી શહેરીજનોને હૈયા ધારણા આપતા મેયરે જણાવ્યું હતું કે, રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટની 25 હજાર જેટલી કીટનો પુરવઠો આવતીકાલ સુધીમાં જ મનપાને મળી જશે. અત્યારે પણ આપણી પાસે પુરતા પ્રમાણમાં કિટની વ્યવસ્થા છે. નવા ઓર્ડર આપી દેવાયા હોવાથી તબક્કાવાર જરૂરીયાત મુજબ ટેસ્ટીંગ કીટ આપણને મળતા રહેશે એટલે કીટની કોઇ જ અસર નથી.

મેયરે રેમડેસિવીર ઇન્જેકશનની ઉપલબ્ધી દર્દીઓના સ્વજનોને આશાનીથી થઇ શકે એ માટે પણ કંટ્રોલ રૂમમાં વ્યવસ્થા ગોઢવી છે. એમને ઇન્જેકશનની પ્રાપ્તી ઇછતા દર્દીઓના સ્વજનો માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. એ નંબર આ પ્રમાણે છે 99740 73350, 99740 73150, 99740 73450 આ ત્રણ નંબર પર સંપર્ક કરીને ઇન્જેકશનની સ્ટોક સહિતની તમામ માહિતી મળશે.

Read About Weather here

મેયરના જણાવ્યા અનુસાર કોરોના સામેની લડાઇમાં સાધનો અને સહાયની કોઇ અછત ઉભી થવા નહીં દેવાય એવી મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટ ખાતરી આપી હતી. કોરોના સંક્રમણ કાબુમાં લેવા માટે કોઇ પણ સહાય જોઇતી હોય તો તાત્કાલીક રાજય સરકારનો સંપર્ક કરી શકાશે અને રાજય સરકાર તમામ પ્રકારની મદદ પુરી પાડશે એવું મુખ્યમંત્રીએ તમામ મનપાના પદાઅધિકારીઓને જણાવ્યું હતું. રાજયમાં ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ક્રીટમેન્ટ પર ભાર મુકવા સીએમ એ તાકિદ કરી હતી. કોરોના અંગે કોઇપણ સમસ્યા હોય તો તેની તાત્કાલીક રાજય સરકારને જાણ કરવા મુખ્યમંત્રીએ સલાહ આપી હતી. મુખ્યમંત્રીના સુચનો અનુસાર મનપાએ કોરોના સામેની લડાઇનો વિસ્તૃત રોડ મેપ તૈયાર કરી લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here