હે રામ…! રાજકોટમાં કોરોનાથી 59ના મોત

રાજકોટમાં કોરોના
રાજકોટમાં કોરોના

ગુજરાતમાં કોરોનાના કારણે તમામ મેળાવ ડાઓ પર પ્રતિબંધ જાહેર, તમામ ધર્મ સ્થાનો 30 એપ્રીલ સુધી બંધ રાજયના ગૃહ વિભાગનો ખાસ આદેશ

રાજકોટમાં કોરોનાથી વધુ 59ના મોત સાથે ત્રણ દિવસનો મૃત્યુઆંક 146, ગુજરાતમાં વધુ 55ના મોત, જામનગર, ઉપલેટામાં તા.16 થી 18 લોકડાઉન

Subscribe Saurashtra Kranti here

શબ્દોથી વર્ણન કરી ન શકાય અને કાગળ પર ઉતારી ન શકાય એટલી હદે પ્રચંડ અને વ્યાપક રૂપમાં સર્જાયેલી માનવ કટોકટીનો દેશની સાથે સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાત સામનો કરી રહયા છે. કોરોના મહામારીના અતિસય ભયાનક નવા મોજામાં લાશોના ઠગલા થઇ રહયા છે, સ્મશાનોમાં જગ્યા ટુંકી પડી રહી છે, હોસ્પિટલોમાં જગ્યા રહી નથી તેના કારણે હોસ્પિટલ બિલ્ડીંગોની બહાર રસ્તા પર દર્દીઓને એમ્બ્યુલન્સમાં સુવડાવવાનો વારો આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાકોરોનાએ કાળો કેર મચાવીને રાજકોટમાં 59 દર્દીઓને નિષ્પ્રાણ બનાવી દેતા સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે. છેલ્લા 3 દિવસમાં જ 146 દર્દીઓ મોતને ભેટયા છે અને હજુ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો ચાલુ રહયો છે. આજ સ્થિતિ ગુજરાતમાં છે.

આજે પણ નવા કેસો વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા અને રાજયમાં નવા 6021 કેસો નોંધાયા હતા અને 55 માનવ જીદગી કોરોનાના ખપ્પરમાં હોમાય ગઇ હતી. ભયંકર હદે વળસતી પરિસ્થિતિ જોઇને ગુજરાત સરકારે નવા નિયંત્રણો જાહેર કર્યા છે એ મુજબ તમામ મેળાવડાઓ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તમામ ધર્મ સ્થાને 30 એપ્રીલ સુધી બંધ કરી દેવાનો આદેશ અપાયો છે. એટલુ જ નહીં લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં પણ માત્ર 50 વ્યકિતઓને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે.રાજકોટની પરિસ્થિતિ દિવસે-દિવસે વધુને વધુ ખરાબ થતી જાય છે.

સ્મશાનોમાં મૃતદેહોની અંતિમવિધિની ક્ષમતાથી વધારે મૃતદેહોનો ઠગલો થઇ જતા નવા નવા સ્મશાનો ઉભા કરવા પડી રહયા છે. સુરત અને અમદાવાદમાં રાબેતા મુજબ પરિસ્થિતિ વિસ્ફોટક રહી હતી. અમદાવાદમાં નવા વિક્રમ રૂપ 1907 કેસો નોંધાયા હતા અને 20ના મોત થયાનું જાહેર થયું હતું. અમદાવાદનો કુલ મૃત્યુઆંક વધીને 2401 થઇ ગયો છે. અમદાવાદમાં અસારવાની સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાંબી કતારો જામી છે. કેમ કે, દર્દીઓને પ્રવેસ આપવાની જગ્યા રહી નથી.

રાજયમાં એક પછી એક ગામો અને શહેરોના વેપારી તથા લોકો સ્વેચ્છાએ ઘરોમાં પુરાય રહયા છે અને લોકડાઉન જાહેર કરી રહયા છે. પાવાગઢ ડુંગર પરનું વિખ્યાત મંદિર 15 દિવસ માટે બંધ કરી દેવાયું છે. ચૈત્રિ નવરાત્રી પર ભકતોને પ્રવેશ નહીં મળે. અમદાવાદના ભદ્રકાલી મંદિરના દ્વાર પણ બંધ કરી દેવાયા છે. ભકતો બહારથી દર્શન કરી શકશે. સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા રોજે રોજ વધી રહી છે. કુલ 1578 દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયા છે. સુરતમાં કિરણ હોસ્પિટલમાંથી દર્દીના પરીવારજનોને 3700 રેમડેસિવીર ઇન્જેકશન ફાળવવામાં આવ્યા હતા. સુરત અને અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોની બહાર રેમડેસિવીર માટે લોકોની કતારો લાગી રહી છે.

Read About Weather here

રાજયના ગૃહ ખાતાએ રાજયમાં તમામ મેડાવળાઓ પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે. નાઇટ કફર્યુ દરમ્યાન કોઇ પણ પ્રકારનો કાર્યક્રમ કરી શકાશે નહીં. દિવસ દરમ્યાન પણ લગ્ન અને મરણના પ્રસંગોમાં 50થી વધુ વ્યકિતને એકઠી કરી શકાશે નહીં. તદ ઉપરાંત રાજય સરકારે તમામ રાજકીય સામાજીક, ધાર્મીક કાર્યક્રમો, જન્મદિવસની ઉજવણી વગેરે પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે.એવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે, એપ્રીલ અને મે માસ દરમ્યાન કોઇ પણ ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં અને જાહેરમાં લોકો ભેગા થઇ શકશે નહીં. દરેક ધર્મના તહેવારો ઘરમાં ઉજવવાના રહેશે.

તમામ સરકારી, અર્ધસરકાર, બોર્ડ અને નિગમ તથા તમામ ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરી 50 ટકા સુધી રાખવાની રહેશે. અથવા ઓલ્ટરનેટ દિવસે કર્મચારીઓ ફરજ પર આવે એવી વ્યવસ્થા કરવાની રહેશેે. તમામ ધર્મ સ્થાનોને તા.30 એપ્રીલ સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે. ભાવિકોને પ્રત્યષ દર્શન માટે ન જવા અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here