અમદાવાદ-સુરતથી લોકો ઓક્સિજન સિલિન્ડર લેવા માટે રાજકોટ આવે છે

ઓક્સિજન
ઓક્સિજન

ઓક્સિજન રીફિલ કરાવવા માટે યુનિટ પર લાગતી કતારો, ઓક્સિજન ભરાવવા માટે 8-8 કલાકની જોવી પડતી રાહ

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર ખૂટી પડ્યા છે. ખાલી સિલિન્ડર અમદાવાદ, મુંબઈ, ભાવનગર અને સુરેન્દ્રનગરથી મગાવવા પડી રહ્યા છે. જેનો ઓર્ડર લખાવ્યા બાદ બે મહિને ડિલિવરી મળશે. ખાલી બોટલમાં ઓક્સિજન ભરાવવા માટે લોકો સીધા ઓક્સિજન યુનિટ પર જ પહોંચવા લાગ્યા છે. જેને કારણે ત્યાં પણ લાંબી કતાર જોવા મળે છે. ખાલી બોટલમાં ઓક્સિજન રીફિલિંગ કરાવવા 8-8 કલાકની રાહ જોવી પડે છે.

અમદાવાદ, સુરતના લોકો પણ ઓકસીજન સિલિન્ડર લેવા માટે રાજકોટ આવી રહ્યા છે. દર્દીને ઝડપથી ઓકસીજન મળી જાય તે માટે સ્વજનો ખુદ પોતે ટુ વ્હિલરમાં બેસીને લેવા માટે નીકળી પડે છે. હાલ રાજકોટમાં 100 થી વધુ દર્દીઓ ઓકસીજન મેળવવાની રાહમાં છે અને પ્રાણવાયુ નહીં મળવાથી દર્દીઓના શ્વાસ રૂંધાઈ રહ્યા હાલ હોસ્પિટલમાં જ ઓકસીજન સપ્લાય કરવામાં આવે છે. અત્યારે રોજના 5 હજાર સિલિન્ડરની જરૂરિયાત છે. ઓકસીજનની ખાલી બોટલ મેળવવામાં 3 મહિનાનું વેઈટિંગ છે.

જેમને જરૂરિયાત છે તે ભાડેથી પણ લઈ જાય છે અને વેચાતો પણ લઈ જાય છે. 1.5 ક્યુબિક મીટર ઓક્સિજન સિલિન્ડરનો હાલનો ભાવ રૂ.143 છે. જેમાં 18 ટકા જીએસટી લાગે છે. આ સિવાય 7 ક્યુબિક મીટર ઓકસીજન સિલિન્ડરનો ભાવ રૂ. 250 છે. 18 ટકા જીએસટી અલગથી વસૂલવામાં આવે છે. હાલ અત્યારે ઓકસીજન સિલિન્ડરનો વપરાશ વધી રહ્યો છે પરંતુ તેને ટેસ્ટિંગ કરાવવાનો સમય પણ નથી મળતો. પહેલા રીફિલિંગ એક કલાકમાં થઇ જતું હતું તેના બદલે હવે 8-8 કલાકનો સમય લાગે છે. રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓકસીજન સિલિન્ડર ભાડે આપવામાં આવી રહ્યા છે.જ્યાં ઓકસીજન સિલિન્ડર મેળવવા માટે સવારથી જ લોકોની લાઈન લાગે છે અને રાત્રિના સમયે પણ લોકો આવે છે.

Read About Weather here

ધુળેટીના બીજા દિવસથી આવી ઓકસીજનની તંગી સર્જાઈ હોવાનું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય જણાવે છે. સોમવારે આખો દિવસ ખાલી સિલિન્ડર નહિ આવતા ઓકસીજન લેવા આવનારને ખાલી હાથે મોકલવા પડ્યા હતા. રાજકોટમાં અલગ અલગ સંસ્થા અને ઓકસીજન સપ્લાયર ઓકસીજનના સિલિન્ડર ભાડે આપી રહી છે. લોકો સમયસર ખાલી સિલિન્ડર આપી જાય અને બીજા દર્દીને મુશ્કેલી ન પડે તે માટે ડિપોઝિટ પેટે રૂ. 4 હજારથી લઇને રૂ. 11 હજાર સુધીના રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here