કારમાં પેસેન્જર સીટમાં ફરજિયાત એરબેગનો કેન્દ્રનો પ્રસ્તાવ

શુકલતીર્થ ગામના બસ સ્ટેન્ડ નજીક 'આપ'ની જનસંવેદના મુલાકાત
શુકલતીર્થ ગામના બસ સ્ટેન્ડ નજીક 'આપ'ની જનસંવેદના મુલાકાત

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે આ અંગે ડ્રાટ નોટિફિકેશન બહાર પાડ્યું

કેન્દ્ર સરકારે મંગળવારે તમામ પેસેન્જર વ્હીકલમાં આગળની પેસેન્જર સીટમાં ફરજિયાત એરબેગ રાખવા દરખાસ્ત કરી છે. અકસ્માતના મસયે મુસાફરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. માર્ગ પરિવહન મંત્રાલયે આ અંગે એક ડ્રાટ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યા મુજબ, મુસાફરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે તમામ પેસેન્જર વ્હીકલમાં આગળની સીટમાં પેસેન્જર માટે ફરજિયાત એરબેગ રાખવા દરખાસ્ત કરે છે. નવા મોડેલ્સ માટે આ નિયમનો સંપૂર્ણ અમલ સંભવિત ૧ એપ્રિલ ૨૦૨૧ સુધીમાં કરવો પડશે જ્યારે જૂના મોડેલ્સને ૧ જૂન ૨૦૨૧નો સમય આપવામાં આવશે. મંત્રાલયની વેબસાઈટ પર આ માટે ડ્રાટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

નોટિફિકેશનના એક મહિનામાં તમામ હિસ્સેદારોને આ અંગે સુચનો તેમજ ટિપ્પણઓ મોકલવા માટે પણ મંત્રાલયે જણાવ્યું છે.