આંદોલનકારી ખેડૂતો માટે આપનું એલાન, સિંધુ બોર્ડર પર ફ્રી વાઇ-ફાઇ આપશે

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

ખેડૂતોની કનેક્ટિવિટીની ફરિયાદ પર સીએમનું એલાન

દિલ્હીની અલગ-અલગ સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતો માટે દિલ્હીની સત્તાધીશ આમ આદૃમી પાર્ટીએ મહત્વનું એલાન કર્યું છે. પાર્ટીએ આંદોલનકારી ખેડૂતોને ફ્રી વાઇ-ફાઇ સેવા આપવાની જાહેરાત કરી હતી. હવે આમ આદમી પાર્ટી સિંધુ બોર્ડર પર ફ્રી વાઇ-ફાઇ હોટ સ્પોટ લગાવશે.

આપ નેતા રાઘવ ચડ્ઢા આ અંગે માહિતી આપતા કહૃાું કે, ખેડૂતોની ફરિયાદ હતી કે ઇન્ટરનેટની ખરાબ કનેક્ટિવિટીને કારણે તેઓ પરિવાર સાથે વીડિયો કોિંલગ પર વાતચીત નથી કરી શકતા. તેમનું કહેવુ હતું કે મનુષ્યને સન્માનજનક જીવન માટે રોટી, કપડા અને મકાનની જરુર રહે છે પરંતુ હવે એમાં ઇન્ટરનેટનો સમાવેશ પણ થયો છે.

આપની જાહેરાત મુજબ આંદોલન ખેડૂતોમાં ઇન્ટરનેટની માંગ જેમ વધતી જશે એમ ત્યાં હોટ સ્પોટ લગાવવીશુ. એક હોટ સ્પોટનું સિગ્નલ ૧૦૦ મીટરના વિસ્તારમાં પકડાશે.
દિલ્હીની સિંધુ અને ટિકરી બોર્ડર પર પંજાબ, હરિયાણા અને યુપી સહિત અન્ય રાજ્યોના હજારો ખેડૂતો મહિના કરતા વધુ સમયથી નવા કૃષિ કાયદોઓને રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહૃાા છે. આ દરમિયાન આપના ચીફ અને દિલ્હી સીએમ અરિંવદ કેજરીવાલ બે વખત ખેડૂતો સાથે બેઠક કરી ચૂક્યા છે. અહીં આવવા માટે કેજરીવાલે ખેડૂતો માટે કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણનું કારણ આપ્યું હતું.