કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે શિવકુરમા અને તેમના ભાઇના સ્થળો પર સીબીઆઇના દરોડા

ભાજપ બદલાની રાજનીતિ કરતું હોવાનો કોંગ્રેસનો આરોપ


દરોડામાં ૫૦ લાખથી વધુની રોકડ મળી હોવાનો દાવો, પૂછપરછ કરાઇ


કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમાર અને તેમના સાંસદૃ ભાઈ ડી કે સુરેશના ૧૫ જેટલા સ્થળો પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ સોમવારે દરોડા પાડ્યા છે. સીબીઆઈની ટીમે બેંગલુરુના ડોડ્ડાલહલ્લી, કનકપુરા તેમજ સદૃાશિવ નગરમાં દરોડા પાડ્યા છે. કથિત ભ્રષ્ટાચારના કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભે આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીબીઆઈના દરોડામાં ટીમને ૫૦ લાખ રૂપિયાની રોકડ મળી છે. આ રોકડને લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સીબીઆઈએ સોમવારે સવારના ૬ વાગ્યાથી કનકપુરા વિધાનસભા ક્ષેત્રના ડોડ્ડલ્લાહલ્લી ગામમાં ડી કે શિવકુમારના ઘરેથી દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. ડી કે શિવકુમાર કનકપુરા વિધાનસભા ક્ષેત્રમાંથી પ્રતિનિધિત્વ કરી રહૃાા છે. જ્યારે તેના ભાઈ ડી કે સુરેશ બેંગલુરુ ગ્રામ્યના સાંસદ છે. સીબીઆઈના દરોડાનો રેલો શિવકુમારના નજીકના ગણાતા ઈકબાલ હુસૈન સુધી પણ લંબાવાયો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ સીબીઆઈના દરોડાની કામગીરીની ટિકા કરી હતી. તેમણે જણાવ્યું કે ભાજપ હંમેશા બદલાનું રાજકારણ કરે છે અને પ્રજાનું ધ્યાન અન્ય માર્ગે દૃોરવવાનો પ્રયાસ કરે છે. ડી કે શિવકુમારના ઘરે સીબીઆઈની કાર્યવાહી પેટાચૂંટણીમાં અમારી તૈયારીને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ છે. હું આ દરોડાની કડક નિંદા કરું છું.

આવકવેરા વિભાગના ટેક્સ ચોરીના કેસમાં ઈડી શિવકુમાર વિરુદ્ધ કથિત મની લોન્ડરિંગની તપાસ કરી રહૃાું હતું અને તેના સંલગ્ન કેટલાક ઈનપૂટ્સ મળ્યા હતા જે સીબીઆઈને મોકલી આપવામાં આવ્યા હતા. સીબીઆઈએ મળેલી વિગતોને આધારે ડી કે શિવકુમાર અને ડી કે સુરેશના પરિવારના લોકો પર દરોડાની કામગીરી શરૂ કરી છે.