એન્ટિલિયા કેસ: એનઆઇએએ આતંકીઓનો સંબંધ હોવાની ના પાડી (14)

    NIA-MAHARASHTRA-GOVERNMENT
    NIA-MAHARASHTRA-GOVERNMENT

    એનઆઇએને જે ઇનપુટ આપ્યા છે તેના પ્રમાણે ઇનોવા કાર મુંબઇ પોલીસ ટીમની છે

    Subscribe Saurashtra Kranti here.

    એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કાર મળ્યાના કેસની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. એનઆઇએ હવે આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહૃાું છે. NIAએ આ કેસમાં આતંકીઓનો સંબંધ હોવાની ના પાડી દીધી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે આ કેસમાં હજી સુધી ટેરર એંગલ જેવી કોઇ વાત સામે આવી નથી.

    ટેલિગ્રામ પર જૈશ-ઉલ-િંહદનો મેસેજ પણ નકલી હતો

    તપાસ એજન્સીનું કહેવું છે કે ટેલિગ્રામ પર જૈશ-ઉલ-િંહદનો મેસેજ પણ નકલી હતો. આ માત્ર ગુમરાહ કરવા માટે હતો. તપાસ એજન્સીનું એમ પણ કહેવું છે કે હજુ સુધી એ વાતના પણ પુરાવા મળ્યા નથી કે જૈશ-ઉલ-િંહદ જેવું કોઇ સંગઠન પણ અસ્તિત્વમાં છે. આવું કોઇ સંગઠન જ નથી.

    આ સિવાય એનઆઇએને શંકા છે કે જપ્ત કરાયેલ ઇનોવા કાર પોલી અધિકારીઓની હોઇ શકે છે. એટીએસ અધિકારીઓએ NIAને જે ઇનપુટ આપ્યા છે તેના પ્રમાણે ઇનોવા કાર મુંબઇ પોલીસ ટીમની છે.
    જૈશ-ઉલ-િંહદને લઇ દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ અને મહારાષ્ટ્ર પોલીસને માહિતી આપી દીધી છે. એનઆઇએ આ કેસમાં વધુ તપાસ કરી રહૃાું છે. બીજા કેટલાંક પોલીસકર્મીઓની પૂછપરચ્છ થઇ શકે છે. સચિન વઝેની ધરપકડ બાદ આ કેસમાં બીજી પણ ધરપકડ થઇ શકે છે.

    NIAએ વાતની ભાળ મેળવવામાં લાગી ગઇ છે કે આખરે આ ઘટના પાછળનું કારણ શું છે. તપાસ અધિકારીઓને આ ઘટનાની પાછળનો હેતુ હજી સુધી ખબર પડી શકી નથી.

    Read About Weather here

    આની પહેલાં NIA એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર પોલીસના અધિકારી સચિન વઝેની ધરપકડ કરી લીધી હતી. એનઆઇએના અધિકારીઓએ સચિન વઝેની ૧૨ કલાક પૂછપરછ કરી હતી. આની પહેલાં થાણેની કોર્ટે સચિન વઝને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી હતી.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here