યુએનમાં ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનમાં તપાસ કમિટી બનાવવા દબાણ કર્યું (15)

    AAM-ADAMI-PARTY
    AAM-ADAMI-PARTY

    સંયુક્ત રાષ્ટ્રને(યુએન) ૧૦૦૦૦ ડોલરનો ફાળો આપ્યો

    Subscribe Saurashtra Kranti here.

    ભારત વિરોધી અને ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન સમર્થક આતંકી સંગઠન સિખ ફોર જસ્ટિસને લઈને મોટો ખુલાસો થયો છે. આ સંગઠને સંયુક્ત રાષ્ટ્રને ૧૦૦૦૦ ડોલરનો ફાળો આપ્યો છે અને હવે સંગઠન સંયુક્ત રાષ્ટ્ર પર ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલા કથિત દૃુર્વ્યવહારને લઈને તપાસ કમિટિ બનાવવા માટે દબાણ કરી રહૃાુ છે.

    સંયુક્ત રાષ્ટ્રના(યુએન) માનવધિકાર માટેના હાઈ કમિશનના પ્રવક્તાએ સિખ ફોર જસ્ટિસ પાસેથી ફાળો લીધો હોવાની વાતને સમર્થન આપતા કહૃાુ છે કે, એક માર્ચે અમને ઓનલાઈન ડોનેશન મળ્યુ હતુ. દરમિયાન અમેરિકામાં રહેતા ગુરપતવંત સિંહ પન્નૂને કહૃાુ છે કે, સિખ સમુદાય તરફથી ૧૩ લાખ ડોલર આપવાનો વાયદો કરાયો હતો જેથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ખેડૂતો પર થયેલા દમન અંગે તપાસ સમિતિ બનાવી શકાય અને ભારત તરફથી ખેડૂતો સામે લગાવાયેલા રાષ્ટ્રદ્રોહના આરોપોની તપાસ થઈ શકે.

    Read About Weather here

    ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાની સમર્થક ગુરુપતવંત સિંહને ભારતે આતંકવાદી જાહેર કરેલો છે અને તે સિખ ફોર જસ્ટિસ સંસ્થાનો મહાસચિવ છે .તે સિખો માટેના જનમતસંગ્ર કરાવવાના કારસામાં પણ સામેલ છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here