ઈલેકટ્રોનિક સામાન વેચતી કંપનીઓ પર સરકાર કરી લાલ આંખ

ઈલેકટ્રોનિક સામાન વેચતી કંપનીઓ પર સરકાર કરી લાલ આંખ
ઈલેકટ્રોનિક સામાન વેચતી કંપનીઓ પર સરકાર કરી લાલ આંખ

કેન્દ્ર સરકારે ઈલેકટ્રોનિક સામાન વેચનારી કંપનીઓ પર સખ્ત વલણ અપનાવ્યું છે. સરકારનું કહેવું છે કે, વોરંટીના નામે ગ્રાહકોને છેતરવાની કોશિશ ન કરવામાં આવે. સરકારનો સ્પષ્ટ નિર્દેશ છે કે ઈલેકટ્રોનિક સામાન બનાવનારી કંપનીઓ વોરંટીને લઈને ગ્રાહકોને સ્પષ્ટ જાણકારી ઉપલબ્ધ કરાવે.

ઈલેકટ્રોનિક સામાન વેચતી કંપનીઓ પર સરકાર કરી લાલ આંખ ઈલેકટ્રોનિક

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કોઈપણ ઈલેકટ્રોનિક ઉત્પાદનની વોરંટી તેના વેચાણની તારીખથી શરૂ થાય છે, નહીં કે ઉત્પાદન નિર્માણની તારીખથી. આવી શરતો રાખવાથી ઉત્પાદનની વોરંટી ઘટી જાય છે.

રિપોર્ટનું માનીએ તો ગ્રાહક સંરક્ષણ અધિનિયમની કલમ 2(9) અંતર્ગત ગ્રાહકને કોઈપણ ઉત્પાદનની સર્વિસ, ગુણવતા, માત્રા, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ અને કિંમતના બારામાં વેચાણ પહેલા જાણકારી મેળવવાનો અધિકાર છે મોટેભાગે ગ્રાહકને ઉત્પાદનની વોરંટીના બારામાં ઘણું ફેરવી ફેરવીને બતાવવામાં આવે છે.

ઈલેકટ્રોનિક સામાન વેચતી કંપનીઓ પર સરકાર કરી લાલ આંખ ઈલેકટ્રોનિક

સામાન પર 5થી10 વર્ષની વોરંટીની વાત કરવામાં આવતી હોય છે પણ જયારે વિવરણોનું બારીકીથી અધ્યયન કરીએ તો ખબર પડે કે અસલી વોરંટી ઘણી ઓછા સમયની હોય છે તેમાં પણ તમામ પ્રકારની શરતો પણ જોડવામાં આવેલી હોય છે અથવા વોરંટી કોઈ એક પાર્ટની હોય છે, જેમને વધારીને બતાવવામાં આવતી હોય છે.

ઈલેકટ્રોનિક સામાન વેચતી કંપનીઓ પર સરકાર કરી લાલ આંખ ઈલેકટ્રોનિક

ભ્રામક જાહેરાતો આપનારાઓ પર સખ્તાઈની તૈયારી: ગ્રાહક હિતોની રક્ષા માટે કેન્દ્ર સરકાર ટુંક સમયમાં 125 દિવસીય યોજના અંતર્ગત આઈએએસ કોચીંગ સંસ્થાઓ માટે ભ્રામક વિજ્ઞાપનો, સરોગેટ, વિજ્ઞાપનો, ગ્રીનવોશીંગ અને વણઈચ્છય, કોલ પર દિશા-નિર્દેશ જાહેર કરાશે. ભ્રામક વિજ્ઞાપનો અને લોકોને ખરીદી કરવા માટે લોભાવતી અનૈતિક પ્રવૃતિઓ રોકવા આ પગલાં ઉઠાવાયા છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here