ઇઝરાયલ કોરોના મહામારીને હરાવવાવાળો પ્રથમ દેશ બનસે: નેતન્યાહૂ

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ કહૃાું કે ઇઝરાયલ કોરોના મહામારીને હરાવવા વાળો પહેલો દેશ બનશે. આ પહેલાં ઇન્ટરનેશનલ મીડિયાના અનેક રિપોર્ટમાં ઇઝરાયલના વખાણ કરવામાં આવ્યા હતા, કારણ કે આ દેશમાં ઝડપથી લોકોને કોરોના વેકસીન આપવામાં આવી રહી છે. ઝડપથી વેકસીન સપ્લાય મેળવવામાં અને લોકોને લગાવવામાં ઇઝરાયલે અમેરિકા અને યુરોપને પણ પાછળ છોડી દીધા છે. ઇઝરાયલમાં ફાઇઝરની વેકસીન આપવામાં આવી રહી છે.

ઇઝરાયલમાં ૧૯ ડિસેમ્બરથી કોરોના રસીકરણની શરૂઆત થઇ ગઇ હતી અને પહેલી રસી દેશના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ મુકાવી હતી. એક વેબસાઇટના અહેવાલ મુજબ ૧૦ જાન્યુઆરી સુધીમાં ઇઝરાયલમાં કુલ વસ્તીના ૨૦.૬૧ ટકા લોકોને રસી મુકી દેવામાં આવી છે. જયારે અમેરિકામાં અત્યાર સુધીમાં માત્ર ૨.૦૨ ટકા લોકોને જ રસી મુકી શકાય છે.

ઇઝરાયલની વસ્તી ૮૯ લાખ છે અને છેલ્લાં ત્રણ સપ્તાહમાં ૧૮ લાખ લોકોને રસી લગાવી દેવામાં આવી છે. જો કે નવેમ્બરના મધ્ય સુધી તો ઇઝરાયલે ફાઇઝરને ઓર્ડર પણ આપ્યો નહોતો. ઇઝરાયલે રવિવારે ફાઇઝરની વેકસીનનો નવો જથ્થો મેળવી લીધો છે. એક અધિકારીએ કહૃાું હતું કે બેલ્જીયમથી ફાઇઝરની રસીના ૮ લાખ ડોઝ ઇઝરાયલ આવી પહોંચ્યા છે. નેતન્યાહૂની સરકારની યોજના છે કે માર્ચના અંત સુધીમાં ૧૬ વર્ષની ઉપરના લોકોને વેકસીન લગાવી દેવામાં આવે.

નેતન્યાહૂએ કહૃાું હતું કે ઇઝરાયલ ફાઇઝર અને દુનિયાની સાથે પોતોના ટીકાકરણના ડેટા શેર કરશે, જેથી અન્ય દેશોને કોરોના સામે રણનીતી બનવવામાં મદદ મળી શકે. ઇઝરાયલમાં ૨૩ માર્ચે ચૂંટણી થવાની છે અને રસીકરણ નેતન્યાહુના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રમાં છે.