અમેરીકાના કોલોરાડોમાં આડેધડ ગોળીબાર, 10ના મોત

    USA-FIRING-અમેરીકા
    USA-FIRING-અમેરીકા

    Subscribe Saurashtra Kranti here

    અમેરીકાના ગન કલ્ચર અંગે દુ:ખ દર્શાવતા પ્રમુખ બાઇડેન

    બાઉલ્ડર કાઉન્ટ્રીમાં બેફામ ગોળીબાર કરનાર આધેડ હત્યારો ઝડપાયો, મરનારમાં એક સ્થાનિક પોલીસ ઓફીસરનો સમાવેશ

    અમેરીકામાં છાશવારે જાહેર સ્થળો પર માથા ફરેલા પાગલ અને જનુની બંદુક ધારીઓ દ્વારા બેફામ ગોળીબાર કરી નિર્દોષ લોકોની હત્યાઓ નિપજાવવાની ઘટનાઓ ઉપરા ઉપર બની રહી છે. સોમવારે મોડી સાંજે કોલોરાડો રાજયના બાઉલ્ડર સીટીમાં આવેલા એક ગ્રોસરી સ્ટોરમાં ઘુસી જઇ બંદુકધારીએ બેફામ ગોળી વર્ષા કરતા એક પોલીસ અધિકારી શહિદ, 10 વ્યકિતઓના મૃત્યુ થયા હતા. આડેધડ ગોળીઓ વીંજી હત્યા કાંડ આચરનાર આધેડ શખ્સને પોલીસે જીવતો પકડી લીધો હતો.

    બાઉલ્ડર કાઉન્ટ્રીના ડિસ્ટીક હેઠળની માઇકલ દોહરટીએ જણાવ્યું હતું કે, રાજધાની ડેન્વરથી માત્ર 30 કિલોમીટર દુર આવેલા બાઉલ્ડર નગરની કિંગ સુપર્સ સુપર માર્કેટમાં ઘુસી ગયેલા બંદુકધારીએ નિર્દોષ લોકો ઉપર ગોળીઓ વરસાવી દીધી હતી. જેના કારણે હેરીક ટેલી ઉ.વ.51 નામના પોલીસ અધિકારી શહિદ, 10ના મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતા જ સ્વાતની ટીમ, એફબીઆઇના એજન્ટોની ટીમ અને પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ધસી ગયા હતા. પોલીસે હત્યારાને પણ લોહી લુહાણ હાલતમાં પકડી પાડયો હતો.

    Read About Weather here

    અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડને ઘટનાની વિગતો મેળવી છે. હજુ ગયા મહિને રાષ્ટ્ર પ્રમુખે સમજદારી ભર્યા ગન કાયદા ઘડવા અમેરીકી કોંગ્રેસમાં અપીલ કરી હતી. અમેરીકામાં ગન કલચર સામે અવાજ બુલંદ બની રહયો છે. હજુ ગયા અઠવાડીએ જ આવી સામુહીત હત્યા કાંડની ઘટના બની હતી. અમેરીકામાં અવાર નવાર આવા બનાવો બનતા રહે છે. કેમ કે, અમેરીકામાં કોઇ પણ પ્રકારની ગન છુટથી મળી શકે છે. હજુ ગયા અઠવાડીએ જર્યોજીયામાં એક શખ્સે બેફામ ગોળી બાર કરીને 8 એશીયાઇ નાગરીકોની હત્યા કરી નાખી હતી. ઘટના સ્થળે ચારેય તરફ લોહીથી લથબત લાશો જોવા મળી હતી. શહેરના મેયર શામ વિવરે જણાવ્યું હતું કે, આ કરૂણ ઘટનાનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. કોલોરાડોના ગર્વનર જારેડ પોલીસ પણ ઘટના સ્થળે ધસી ગયા હતા.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here