દેવા મોકુફીન વધુ મુદત આપવા સુપ્રીમની ના

    પેગાસસ જાસુસી કાંડમાં તપાસ સમિતીની રચના કરતી સુપ્રીમ
    પેગાસસ જાસુસી કાંડમાં તપાસ સમિતીની રચના કરતી સુપ્રીમ

    Subscribe Saurashtra Kranti here

    વ્યાજ(દેવા) માફી પણ શકય નથી, કોવિડ કાળમાં સરકારે રાહતના ઘણા પગલા લીધા : સુપ્રીમ

    કોરોના કાળને કારણે લોન( લેનારા લાભાર્થીઓને લોન(દેવા) ભરપાઇ કરવામાં હવે વધુ મુદ્ત મળશે નહીં. એટલુ જ નહીં વ્યાજ માફીની સવલત પણ નહીં મળે. સુપ્રીમ કોર્ટે આજે આ અંગે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે અને લોન મોરેટોરીયમ વધારવાનો તથા વ્યાજમાં સંપુર્ણ માફી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

    છ મહિના સુધીના લોનમોરેટોરીયમ અંગે થયેલી વિવિધ અરજીઓ પર આજે સુપ્રીમે આ ચુકાદો આપ્યો છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે, લોન ભરપાઇ કરવાની મુદ્તમાં હવે કોઇ વધારો શકય નથી એટલુ જ નહીં લોન પર સંપુર્ણ વ્યાજ માફી પણ આપી શકાય તેમ નથી.

    ન્યાય મુર્તી શાહે ચુકાદામાં જણાવ્યું હતું કે, આર્થીક નીતિના મામલે અદાલતો સરકારની સલાહકાર ન બની શકે. કોરોના મહામારી દરમ્યાન સમાજનો દરેક વર્ગ પ્રભાવિત થયો છે. પરંતુ સરકારે રાહતના અનેક પગલા લીધા છે. સરકારને પણ નુકશાન સહન કરવું પડયું છે. બધુ વિચારીને સુપ્રીમે નક્કી કર્યુ છે કે વ્યાજ માફી આપી શકાય નહીં કેમ કે, બેંકોએ પણ એમના થાપણદારો અને પેન્સનરને વ્યાજ આપવું પડે છે.

    Read About Weather here

    નાણાકીય સહાયનું પેકેજ કેન્દ્ર અને આરબીઆઇ આપી શકે છે. કોવિડ-19 દરમ્યાન કેન્દ્ર સરકારે રાહતના અનેક પગલા લીધા જ છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here