અમરનાથ યાત્રાળુઓની બસની ‘બ્રેક’ ફેઈલ થઈ,ચાલુ બસે પ્રવાસીઓ કુદવા લાગ્યા…

અમરનાથ યાત્રાળુઓની બસની ‘બ્રેક’ ફેઈલ થઈ, ચાલુ બસે પ્રવાસીઓ કુદવા લાગ્યા...
અમરનાથ યાત્રાળુઓની બસની ‘બ્રેક’ ફેઈલ થઈ, ચાલુ બસે પ્રવાસીઓ કુદવા લાગ્યા...

સેના, પોલીસ અને ટ્રાફિક પોલીસે રામબન જિલ્લાના નાચિલાના વિસ્તારમાં અમરનાથ યાત્રીઓની બસને ખાઈમાં પડતા બચાવીને મોટી દુર્ઘટના ટાળી હતી. અમરનાથ બાબાના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસની બ્રેક નાચિલાના વિસ્તારમાં ફેઈલ થઈ ગઈ હતી.

અમરનાથ યાત્રાળુઓની બસની ‘બ્રેક’ ફેઈલ થઈ,ચાલુ બસે પ્રવાસીઓ કુદવા લાગ્યા… અમરનાથ

બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાની જાણ થતાં જ બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ ડરી ગયા અને ચીસો પાડવા લાગ્યા.આ દરમિયાન કેટલાક મુસાફરો ચાલતી બસમાંથી નીચે કુદી પડ્યા હતા. જેના કારણે તેઓ ઘાયલ થયા હતા.

અમરનાથ યાત્રાળુઓની બસની ‘બ્રેક’ ફેઈલ થઈ,ચાલુ બસે પ્રવાસીઓ કુદવા લાગ્યા… અમરનાથ

બાદમાં આર્મી, પોલીસ અને ટ્રાફિક પોલીસના જવાનોએ બસનો પીછો કર્યો હતો અને બસના આગળના અને પાછળના ટાયર નીચે પથ્થરો મૂકીને તેને રોકી હતી. જો બસ ઉભી ન રહી હોત તો ઉંડી ખાઈમાં પડી હોત જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ઘાયલ થયેલા તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને આર્મી કેમ્પમાં સારવાર આપવામાં આવી છે. વાહન યાત્રા માટે રજિસ્ટર્ડ થયેલું ન હતું.

અમરનાથ યાત્રાળુઓની બસની ‘બ્રેક’ ફેઈલ થઈ,ચાલુ બસે પ્રવાસીઓ કુદવા લાગ્યા… અમરનાથ

બ્રેક ફેલ થયા બાદ ભક્તો ચાલુ બસમાંથી કૂદી રહ્યાં હતા તે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો સેના અને પોલીસની તત્પરતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here