અફઘાનિસ્તાન પર તાલીબાનોનો અજગર ભરડો, કબુલ પડું-પડું

અફઘાનિસ્તાન પર તાલીબાનોનો અજગર ભરડો, કબુલ પડું-પડું
અફઘાનિસ્તાન પર તાલીબાનોનો અજગર ભરડો, કબુલ પડું-પડું

કુંડુઝ વિસ્તારમાં લડવાને બદલે હજારો અફઘાની સૌનિકો શરણે થયા

ફસાયેલા ભારતીય અને અન્ય દેશોનાં નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો

લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં અમેરિકા અને યુ.કે નાં દળો મદદ કરશે

અમેરિકા સહિતનાં મિત્ર રાષ્ટ્રોનાં લશ્કરી દળોએ અફઘાનિસ્તાનથી ઉચાળા ભરી લીધા બાદ તાલીબાનોનાં અંતિમવાદી દળો ઝડપભેર સમગ્ર અફઘાનિસ્તાનને ઓહિયા કરી જવાની તૈયારીમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

હેરાત બાદ દેશના ત્રીજા સૌથી મોટા શહેર અને કાબુલથી નજીક આવેલા ગઝનીપર તાલીબાનોએ કબ્જો જમાવી દીધો છે અને હવે તાલીબાનો અફઘાન રાજધાની કબુલથી માત્ર 130 કિ.મી દૂર છે. તે રીતે અફઘાનિસ્તાનની સરકાર દેશ પરનો કબ્જો ગુમાવી રહી છે.

દરમ્યાન અલગ-અલગ દેશોના દુતાવાસનાં કર્મચારીઓ તથા ભારતીય અને અન્ય નાગરિકોને સલામત પાછા લાવા  માટે યુધ્ધનાં ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એ માટે અમેરિકા અને બ્રિટનનાં દળો મોકલવામાં આવશે.

એલચી કચેરીનાં સ્ટાફને બહાર કાઢવા માટે અમેરિકાએ 3000 સૈનિકો મોકલ્યા છે. જયારે બ્રિટને પોતાના નાગરિકોને લાવવા માટે 600 જેટલા સૌનિકોને રવાના કર્યા છે.દરમ્યાન એક પછી એક મહત્વનાં શહેરો તાલીબાનો કબ્જે કરી લીધા છે.

અફઘાનિસ્તાન પર તાલીબાનોનો અજગર ભરડો, કબુલ પડું-પડું અફઘાનિસ્તાન

એ જોતા લાગે છે કે અફઘાનો તાલીબાનોને આવકાર આપી રહ્યા છે. અફઘાની સૈનિકો લડત આપી રહ્યા નથી કુંડુઝમાં હજારો અફઘાની સૈનિકોએ તાલીબાનો સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.

તાલીબાનોએ મહત્વનાં શહેરોમાં કબ્જો કર્યા બાદ જેલ તોડીને તાલીબાની કેદીઓને છોડાવી લીધા હતા. અત્યાર સુધીમાં ૩૨ માંથી ૧૩ પ્રાંત તાલીબાનોનાં કબ્જા હેઠળ આવી ગયા છે અને હવે રાજધાની કાબુલ પર તાલીબાનોની પહોંચથી દૂર નથી.

કંદહારનાં મહત્વનાં પ્રાંતમાં હજુ ખૂનખાર લડાઈ ચાલી રહી છે અફઘાનિસ્તાનના અફઘાની સૈનિકો જોરદાર લડત આપી રહ્યા છે. અમેરિકી નિષ્ણાંતોએ એવી આગાહી આપી છે કે, ૯૦ દિવસની અંદર રાજધાની કાબુલ પર તાલીબાનોનાં કબ્જા પર આવી જશે.

અફઘાનિસ્તાન પર તાલીબાનોનો અજગર ભરડો, કબુલ પડું-પડું અફઘાનિસ્તાન

Read About Weather here

દરમ્યાન શહેરો પર હુમલા નહીં કરવાની શરતે સતામાં ભાગીદાર બનવા માટે અફઘાન સરકારે કરેલી ઓફર તાલીબાનોએ નકારી કાઢી છે. તાલીબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુઝાહીદે સતામાં ભાગીદારીનો ઇન્કાર કર્યો છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here