‘રંગીલા રાજકોટ’ના સાંસ્કૃતિક રંગો…

‘રંગીલા રાજકોટ’ના સાંસ્કૃતિક રંગો...
‘રંગીલા રાજકોટ’ના સાંસ્કૃતિક રંગો...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રંગોળી સ્પર્ધા

શ્રેષ્ઠ રંગોળીનું જજમેન્ટ લોકોના હાથમાં: તમામ સ્પર્ધકને કોડ આપવામાં આવશે, ઓનલાઇન વોટીંગ થઇ શકશે

સ્પર્ધામાં ચિત્રકારો વ્યકિતગત રીતે અને સમૂહમાં ભાગ લઇ શકશે. કલાકારોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

દિવાળી તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષ રાજકોટ મનપા દ્વારા આતાશબાજી, કાર્નીવલ જેવા અનેક આયોજનો કરવામાં આવે છે ત્યારે આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં વોકલ ફોર લોકલ અનુસંધાને આર્ટિસ્ટ વર્ગને પ્રેરિત પ્રોત્સાહિત કરવા રેસકોર્સ ખાતે એક અનોખા પ્રયોગ સાથે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

જે અનુસંધાને આજ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, એ. આર. સિંહ અને ચેતન નંદાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં આર્ટિસ્ટને રંગોળી બનાવવા માટે ત્રણ થીમ આપવામાં આવેલ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેમાં…આઝાદીનો અમૃત મહોત્સવ – મેરે સાપનો કા ભારત, સ્વચ્છ ભારત મિશન – એક જનઆંદોલન,વેક્સિનેશન મહાભિયાન -જન સમુદાયનું સુરક્ષા કવચ. સામાન્યરીતે યોજાતી રંગોળી સ્પર્ધાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજીત આ રંગોળી સ્પર્ધા કંઇક અનોખી અને નવતર પ્રયોગ સાથેની છે. રંગોળી સ્પર્ધાની આગમી તા. 3 થી 5 સુધી યોજાશે.

આ રંગોળી સ્પર્ધા સામાન્યરીતે યોજાતી રહેતી રંગોળી સ્પર્ધાથી કંઇક વિશેષ છે. કદાચ પ્રથમ વખત રાજકોટમાં આ નવો પ્રયોગ થવા જઈ રહયો છે જેમાં દોરવામાં આવેલી રંગોળીઓમાંથી કઈ રંગોળી શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે કોઈ નિષ્ણાંત જ્જને રોકવામાં આવશે નહી. શ્રેષ્ઠ રંગોળી લોકો જાતે જ નક્કી કરી શકશે. લોકોએ તેમને જે રંગોળી ગમે તેને વોટિંગ કરવાનું રહેશે.

લોકો ક્યુઆર કોડ સ્કેન કરી અથવા રાજકોટ મહાનગરપાલિકાની એપમાં પસંદગીની રંગોળી સિલેક્ટ કરે અથવા વેબસાઈટ પર જઈને તેમાં પોતાને ગમતી રંગોળી પસંદ કરી શકશે.

જનતા જનાર્દનને માન આપી શ્રેષ્ઠ રંગોળી લોકો જ જાતે પસંદ કરવાના છે ત્યારે આ આયોજન નિ:શંકપણે પારદર્શક બની રહેશે અને શ્રેષ્ઠ કલા કૃતિઓને યોગ્યરીતે ન્યાય પણ પ્રાપ્ત થાય તે પ્રકારની ઉમદા નવતર પહેલ રાજકોટ મહાનગરપાલિકાએ અપનાવી છે.

આ સ્પર્ધામાં શ્રેષ્ઠ રંગોળી નક્કી કરવાનું જજમેન્ટ લોકોના હાથમાં રહેશે. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને ચછ ઈજ્ઞમય આપવામાં આવશે જેના માધ્યમથી ઓનલાઈન વોટિંગ પણ થઇ શકશે.

આ સ્પર્ધામાં ચિત્રકારો વ્યક્તિગતરીતે અને સમૂહમાં (ગ્રુપમાં) ભાગ લઈ શકશે. કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Read About Weather here

પ્રિ-રજિસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ rmc.gov.in પર અથવા ફોન નંબર 0281-2220600 ઉપર અથવા રૂબરૂ સિવિક સેન્ટર ખાતે સંપર્ક કરી શકાશે.રજિસ્ટ્રેશન ફી વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટે રૂ. 50 અને ગ્રુપનાં રજિસ્ટ્રેશન માટે રૂ.100 એન્ટ્રી ફી નક્કી કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here