મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં 17 મજૂર આગની ઝપેટમાં આવી જતા મોત

મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં 17 મજૂર આગની ઝપેટમાં આવી જતા મોત
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં 17 મજૂર આગની ઝપેટમાં આવી જતા મોત

મહારાષ્ટ્રના જલગાંવની એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી 17 મજૂરના મોત નીપજ્યા. મળતી માહિતી અનુસાર ફેક્ટરીમાં હજુ પણ ઘણા મજૂર ફસાયેલા છે. આગ લાગવાથી મોટો ધડાકો થયો હતો. જે બાદ સમગ્ર ફેક્ટરીમાં આગ ફેલાઈ ગઈ.

આગના કારણે ચારેબાજુ કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં સિલિન્ડરના કારણે બ્લાસ્ટ થયો જે બાદ આગ લાગી ગઈ.