મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે રેલનગર-પોપટપરા વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.શિવાંગી સુપર માર્કેટ, નીલકંઠ એન્ટરપ્રાઈઝ, શિવમ સાઉથ ઈન્ડિયન, અમુલ પાર્લર, હીંગળાજ જનરલ સ્ટોર, ઈશ્ર્વરીયા સુપર સ્ટોર, ઈશ્ર્વરીયા કોલ્ડ્રીંકસ, ખમણ, શીવ શકિત લાઈવ પફ, અંબે સેલ્સ એજન્સી, નવરંગ ડેરી ફોર્મ, શકિત જનરલ સ્ટોર, માલધારી રસ સેન્ટર અને મઢુલી રસ સેન્ટરની જનરલ ચકાસણી કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ચકાસણી દરમિયાન વેચાણ થતાં પીણા, દૂધ, મસાલા તથા પ્રિપેડ ફૂડ વિગેરેના કુલ 19 નમુનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.જામનગર રોડ પર શ્રીરામ ડેરી ફાર્મ અને રેલનગર પાસે આવેલ જય સોમનાથ ડેરી ફાર્મમાંથી મિકસ દૂધ (લુઝ) ના નમુના લેવામાં આવ્યા હતા.પટેલવાડી પાસે, પેડક રોડ પર આવેલ આઝાદ હિન્દ ગોલાવાલાની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલ 8 કિલો વાસી માવો તથા 10 કિલો કસ્ટર્ડ ઉપર મિશ્રિત રબડી કુલ 18 કિલો જથ્થો નાશ કરવામાં આવેલ તથા યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ હાયજિનિક કંડિશન જાળવવા બાબતે સુચના આપવામાં આવી હતી.
Read About Weather here
ગોંડલ રોડ આવેલ જૈન ફૂડસની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ નમકીન બનાવવા ઉપયોગમાં લેવાતા દાજીયા તેલનો જથ્થો કુલ 40 કિલો જથ્થો નાશ કરાયો હતો તથા યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ કંડિશન જાળવવા બાબતે સુચના અપાઈ હોવાનું મનપાના ડેઝીગ્નેટેડ ઓફિસરે જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here