જેઠાલાલને બેકસ્ટેજ આર્ટીસ્‍ટ તરીકે 50 રૂપિયા મળતા અત્યારે એક એપિસોડના લ્યે છે આટલા રૂ…

જેઠાલાલ
જેઠાલાલ

જેઠાલાલ અકા દિલીપ જોશીએ ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે પણ કામ કર્યું છે

Subscribe Saurashtra Kranti here

ટેલિવિઝનની દુનિયામાં જેઠાલાલ તરીકે જાણીતા દિલીપ જોશીને આજે વિશ્વભરમાં સૌ કોઈ ઓળખે છે. આ ઓળખ પાછળનું કારણ તેમની મહેનત છે. આજે દિલીપ જોશી પોતાનો પરિચય આપવાની કોઈ જરૂર નથી. ખુબ જ જણીતી સિરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં જેઠાલાલનું ભુમિકા ભજવનાર દિલીપ જોશી 12 વર્ષની ઉંમરથી અભિનય કરી રહ્યાં છે. દિલીપ જોશી આજે મુંબઈમાં ખુબ જ  લક્ઝરી લાઈફ જીવી રહ્યાં છે. તો ચાલો આજે જાણીએ દિલીપ જોશીના જીવન વિશે.

દિલીપ જોશી ખાવાના ખુબ જ શોખીન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલીપ જોશી ખાવાના મામલે વધારે વિચારતા નથી., જે ખાવાનું મળે તે ખાઈ લેતા હોય છે. જોકે દિલીપ જોશી સાચ્ચેમાં ફાફડા જલેબી વધારે પસંદ છે.

ટિવી સિરીયલ સિવાય દિલીપ જોશીએ ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે પણ કામ કર્યું છે. હમ આપ કે હૈ કોન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાઝ, દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મો કરી છે. દિલીપ જોશી ટિવી સિરીયલ, જાહેરાત, બ્રાન્ડ પ્રમોશન અને સોશિયલ મીડિયાથી સારી કમાણી કરી રહ્યાં છે.

દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે તેઓએ એક બેક સ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે તે સમયે 50 રૂપિયા પ્રતિ ભૂમિકાના કમાતા હતા. તે વખતે તેમને ઓછુ કામ મળતુ હતું.   

પણ હવે દિલીપ જોશી તારક મહેતા કા ઉલટા ચશમામાં જેઠાલાલના અભિનય માટે એક એપિસોડના લગભગ 1.5 લાખ રૂપિયા ફી વસૂલે છે. દિલીપ જોશી મહિનાના 25 દિવસ શૂટિંગ કરે છે. અને મહિને લગભગ 36 લાખ રૂપિયા કમાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર દિલીપ જોશીને લક્ઝરી કારનો પણ શોખ છે. દિલીપ જોશી પાસે 80 લાખ રૂપિયાની ઓડી ક્યુ 7 કાર છે. આ સિવાય ટોયોટા ઈનોવા ગાડી પણ તે પસંદ કરે છે. દિલીપ જોશી દર વર્ષે 5થી 6 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

Read About Weather here

જો વાત દિલીપ જોશીના ઘરની છે તો તે મુંબઈના અંધેરીમાં આલીશાન ઘરમાં પરિવાર સાથે રહે છે.  દિલીપ જોશીની સંપતી કરોડોમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિલીપ જોશીની કુલ  સંપત્તી 45 કરોડ રૂપિયાથી પણ વધુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here