રાજકોટમાં પૈસાની ખેંચ પડતા 2 શખ્સે જાલી નોટ છાપવાનું શરૂ કર્યુ

રાજકોટ
રાજકોટ

રાજકોટમાં પૈસાની ખેંચ દૂર કરવા 2 શખ્સે જાલી નોટ છાપવાનું શરૂ કર્યુ, 200, 500 અને 2000ની નોટ છાપી

કારખાનામાંથી 36 બોટલ વિદેશી દારૂ પણ મળ્યો, પોલીસે 27 નકલી નોટ કબ્જે કરી
બે કારખાનેદાર છેલ્લા દોઢ વર્ષથી નકલી નોટ છાપતા હતા, બંનેની ધરપકડ

Subscribe Saurashtra Kranti here

રાજકોટના વાવડીમાં ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોનમાં આવેલા જોબવર્કના કારખાનામાં બે શખ્સો પૈસાની ખેંચ દૂર કરવા છેલ્લા દોઢ વર્ષથી જાલી નોટ છાપતા હોવાની બાતમી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આથી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા જાલી નોટ છાપવાનું કારસ્તાન ઝડપી લીધુ હતું. પોલીસે 200, 500 અને 2000ના દરની 27 નકલી નોટ કબ્જે કરી હતી. સાથોસાથ બંને કારખાનેદારની પણ ધરપકડ કરી હતી. નકલી નોટ છાપી બંને શખ્સો છૂટક રીતે સાંજના સમયે જ મોટી ઉંમરના ફેરિયાઓને વટાવતા હતા.

મેંદરડાનો વતની અને હાલ રાજકોટ રહેતો પિયુષ બાવનજીભાઇ કોટડીયા અને માણાવદરનો વતની અને હાલ રાજકોટ રહેતો મુકુંદ મનસુખભાઇ છત્રાળા નામના બંને કારખાનેદારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કારખાનામાં જાલીનોટો ઉપરાંત વિદેશી દારૂની 36 બોટલ પણ મળી આવતાં તે અંગે અલગથી ગુનો નોંધાયો છે. આ બંને શખ્‍સ પોતાની પૈસાની ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવાના રવાડે ચડ્યા હતાં. દોઢ વર્ષ પહેલા આવો વિચાર આવતાં કલર પ્રિન્‍ટર કમ ઝેરોક્ષ મશીન લાવ્‍યા હતાં
અને નોટો છાપવાની શરૂઆત કરી હતી.

બંને તરફ ઝેરોક્ષ કરવાની હોય શરૂઆતમાં તો સારી નોટો બનતી નહોતી. એ પછી ખૂબ નોટો છાપ્‍યા બાદ અમુક સારી અસલી હોય તેવી નોટો તૈયાર થતાં સાંજના સમયે થોડુ અંધારૂ થાય ત્‍યારે વટાવવાનું શરૂ કર્યુ હતું. ફેરીયાઓ અને એ પણ મોટી વયના હોય તેની પાસેથી થોડી ઘણી વસ્‍તુ ખરીદી નકલી નોટ આપી દેતા હતાં અને બાકી બચે તે અસલી ચલણ પાછુ મેળવી લેતાં હતાં. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ અત્‍યાર સુધીમાં આ બંનેએ એકાદ લાખની નકલી નોટો આ રીતે વાપરી નાંખી છે.

Read About Weather here

– એક કલર પ્રિન્‍ટર કમ ઝેરોક્ષ મશીન- 10 હજાર
– 2000ના દરની 20 નકલી નોટ
– 500ના દરની 1 અને 200ના દરની 3 નકલી નોટ
– 2 રાઇટિંગ પેડ
– લીલા કલરની કાચની 1 નાની બોટલ
​​​​​​​- લીલા કલરની 2 સેલોટેપ
– સ્‍ટીલની 1 ફૂટપટ્ટી
– રોકડા રૂ. 3700 અને 8 હજારની કિંમતના 2 મોબાઇલ ફોન
– ડુપ્‍લિકેટ નોટો બનાવવાનું રો-મટીરીયલ્‍સ મળી કુલ રૂ. 21800 નો મુદ્દામાલ કબ્‍જે કર્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here