ઓએમજી મહિલાનું પેટ દારૂ પેદા કરે છે…!

ઓએમજી મહિલાનું પેટ દારૂ પેદા કરે છે...!
ઓએમજી મહિલાનું પેટ દારૂ પેદા કરે છે...!

કેનેડાના ટોરોન્‍ટોમાં રહેતી ૫૦ વર્ષની એક મહિલા છેલ્લાં બે વર્ષથી વિચિત્ર સમસ્‍યાથી ઝઝૂમી રહી છે. તેણે કદી દારૂને હાથ નથી અડાડ્‍યો, પણ તેના મોઢામાંથી દારૂની એટલી વાસ આવે છે જાણે તે પીને ટલ્લી થઈ ગઈ હોય. તેના શરીરમાં આલ્‍હોહોલનું પ્રમાણ ૩૦થી ૬૦ મિલીમોલ્‍સ પ્રતિ લીટર જેટલું રહ્યા કરે છે.

ઓએમજી મહિલાનું પેટ દારૂ પેદા કરે છે...! દારૂ

Visit Saurashtra Kranti Homepage here

ધીમે-ધીમે તે એટલી નશામાં રહેવા માંડી કે હવે તે જયાં-ત્‍યાં સૂઈ જાય છે અને કિચનમાં રસોઈ બનાવતી હોય ત્‍યારે અહીં-તહીં માથું ભટકાતાં પડી જાય છે. છેલ્લાં બે વર્ષમાં ૭ વાર ઇમર્જન્‍સી રૂમમાં તેને દાખલ કરવી પડી છે અને ડોક્‍ટરે તેને ઓટો બ્રુઅરી સિન્‍ડ્રોમ હોવાનું નિદાન કર્યું છે.

Read About Weather here

વિશ્વમાં લગભગ ૩૦૦ લોકો એવા છે જેમના જઠરમાં કાર્બોહાઇડ્રેટ યુક્‍ત ફૂડ જાય તો એમાંથી તેઓ આપમેળે આલ્‍કોહોલ પેદા કરવા માંડે છે. સામાન્‍ય રીતે આ સિન્‍ડ્રોમ ધરાવતા લોકોના લોહીમાં બેથી દસ મિલીમોલ્‍સ પ્રતિ લીટર જેટલો આલ્‍કોહોલ હોય છે, પણ કેનેડાની આ મહિલા જેનું નામ જાહેર નથી કરવામાં આવ્‍યું તેના શરીરમાં ડેન્‍જરસ કહી શકાય એટલી હદે આલ્‍કોહોલનું મેન્‍યુફેક્‍ચરિંગ થઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here