HIVથી ત્રિપુરામાં 47 વિદ્યાર્થીનાં મોતથી હડકંપ, 828 પોઝિટિવ મળ્યાં,પ્રતિદિન 5થી 7 નવા કેસ

HIVથી ત્રિપુરામાં 47 વિદ્યાર્થીનાં મોતથી હડકંપ, 828 પોઝિટિવ મળ્યાં,પ્રતિદિન 5થી 7 નવા કેસ
HIVથી ત્રિપુરામાં 47 વિદ્યાર્થીનાં મોતથી હડકંપ, 828 પોઝિટિવ મળ્યાં,પ્રતિદિન 5થી 7 નવા કેસ

ત્રિપુરા એઇડ્સના ભરડામાં સપડાયું છે અને 47 વિદ્યાર્થીઓના મોત થતાં ખળભળાટ સર્જાયો છે. રાજ્યમાં શાળા-કોલેજોમાં 828 વિદ્યાર્થીઓ આ રોગમાં સપડાવા સાથે રોજ નવા પાંચથી સાત કેસ નોંધાઇ રહ્યા છે.

HIVથી ત્રિપુરામાં 47 વિદ્યાર્થીનાં મોતથી હડકંપ, 828 પોઝિટિવ મળ્યાં,પ્રતિદિન 5થી 7 નવા કેસ વિદ્યાર્થી

ત્રિપુરા એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની તપાસ કરી હતી, જેઓ ડ્રગ્સનું ઈન્જેક્શન લેતા હતા. તાજેતરના ડેટા દર્શાવે છે કે દરરોજ એઇડ્ઝના લગભગ પાંચથી સાત નવા કેસ નોંધાઈ રહ્યા છે.

HIVથી ત્રિપુરામાં 47 વિદ્યાર્થીનાં મોતથી હડકંપ, 828 પોઝિટિવ મળ્યાં,પ્રતિદિન 5થી 7 નવા કેસ વિદ્યાર્થી

એચઆઈવીથી પીડિતોની કુલ સંખ્યા 5,674
ત્રિપુરામાં સક્રિય કેસની કુલ સંખ્યા પર અધિકારીએ જણાવ્યું હતું કે,’મે 2024 સુધીમાં, અમે એન્ટિરેટ્રોવાયરલ થેરાપી કેન્દ્રોમાં 8,729 લોકોની નોંધણી કરી છે. એઇડ્ઝ સાથે જીવતા લોકોની કુલ સંખ્યા 5,674 છે. તેમાંથી 4,570 પુરુષો છે, જ્યારે 1,103 મહિલાઓ છે.

HIVથી ત્રિપુરામાં 47 વિદ્યાર્થીનાં મોતથી હડકંપ, 828 પોઝિટિવ મળ્યાં,પ્રતિદિન 5થી 7 નવા કેસ વિદ્યાર્થી

આ દર્દીઓમાંથી માત્ર એક જ ટ્રાન્સજેન્ડર છે.’ નોંધનીય છે કે, યુવાનોમાં એચઆઈવીના કેસ વધવાનું કારણ ડ્રગ્સ છે. મોટા ભાગના કિસ્સાઓમાં સમૃદ્ધ પરિવારોના બાળકો એચઆઈવીથી સંક્રમિત જોવા મળે છે. એવા પરિવારો પણ છે જ્યાં માતા-પિતા બંને સરકારી નોકરીમાં છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here