સૂર્ય પ્રકોપ \ મક્કામાં જીવલેણ ગરમીથી ભારતીય સહિતના 1301 યાત્રીકોના મોત થયા

સૂર્ય પ્રકોપ \ મક્કામાં જીવલેણ ગરમીથી ભારતીય સહિત 1301 યાત્રીકોના મોત થયા
સૂર્ય પ્રકોપ મક્કામાં જીવલેણ ગરમીથી ભારતીય સહિત 1301 યાત્રીકોના મોત થયા

સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં ભારે ગરમીથી અત્યાર સુધીમાં ભારતીય સહિતના 1301 યાત્રીકોના મોત થયા છે. સાઉદી અરેબિયાના આરોગ્ય પ્રધાન ફહાદ અલ-જલાજેલે રવિવારે જણાવ્યું હતું કે આ વર્ષની હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 1301 લોકોના મોત થયા છે. હજયાત્રીઓ પર્યાપ્ત આશ્રય અથવા આરામ વિના સીધા સૂર્યપ્રકાશમાં લાંબા અંતરની મુસાફરીના કારણે મૃત્યુ પામ્યા હતા.

સૂર્ય પ્રકોપ મક્કામાં જીવલેણ ગરમીથી ભારતીય સહિતના 1301 યાત્રીકોના મોત થયા ગરમી

મૃતકોમાં ઘણા વૃધ્ધ લોકો અને લાંબી બીમારીઓથી પીડિત લોકોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે લગભગ 83 ટકા મૃત્યુ એવા લોકોના થયા છે જેઓ હજયાત્રા કરવા માટે અધિકૃત નથી. આ વર્ષે મક્કામાં ઉનાળાનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જે હજ યાત્રીઓ માટે કોઈ આફતથી ઓછું નથી.

સૂર્ય પ્રકોપ મક્કામાં જીવલેણ ગરમીથી ભારતીય સહિતના 1301 યાત્રીકોના મોત થયા ગરમી

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ વર્ષે હજ યાત્રા દરમિયાન 98 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. વિદેશ મંત્રાલયે આ તમામ લોકોના મૃત્યુનું કારણ બીમારી અને વૃદ્ધાવસ્થાને ગણાવ્યું છે.વધુ માં જણાવ્યું હતું કે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો હજ યાત્રાએ જાય છે. આ વર્ષે પણ 1 લાખ 75 હજાર શ્રદ્ધાળુઓ હજ કરવા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 98 લોકોના મોત થયા છે. ગયા વર્ષે હજ યાત્રા દરમિયાન 187 ભારતીય નાગરિકોના મોત થયા હતા.

સૂર્ય પ્રકોપ મક્કામાં જીવલેણ ગરમીથી ભારતીય સહિતના 1301 યાત્રીકોના મોત થયા ગરમી

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here