PM મોદીએ 9 વર્ષના કાર્યકાળમાં એક પણ રજા લીધી નથી:7 ઓક્ટોબર 2001થી હંમેશા ફરજ પર

PM મોદીએ 9 વર્ષના કાર્યકાળમાં એક પણ રજા લીધી નથી:7 ઓક્ટોબર 2001થી હંમેશા ફરજ પર
PM મોદીએ 9 વર્ષના કાર્યકાળમાં એક પણ રજા લીધી નથી:7 ઓક્ટોબર 2001થી હંમેશા ફરજ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કામ માટે જાણીતા છે. આ જ કારણ છે કે આજે તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. દેશ અને દુનિયામાં તેની સૌથી વધુ ફેન ફોલોઈંગ છે. આવી સ્થિતિમાં ઘણા લોકોમાં એ વાતની ઉત્સુકતા રહે છે કે શું PM મોદી ક્યારેય રજા લેતા નથી અને જો લે છે તો અત્યાર સુધીમાં કેટલી વાર રજા લીધી છે. જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ છેલ્લા નવ વર્ષમાં એક પણ દિવસની રજા લીધી નથી.

Visit Saurashtra Kranti Homepage here

7 ઓક્ટોબર 2001 થી હંમેશા ફરજ પર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએવા વડાપ્રધાન છે જેઓ દરરોજ 17 કલાક કામ કરે છે અને ક્યારેય રજા લેતા નથી. ગૃહમંત્રીએ ચર્ચા દરમિયાન માત્ર વિપક્ષને ફક્ત ચૂપ નહતા કરાવ્યા પરંતુ એમ પણ કહ્યું હતું કે દેશને આવો વડાપ્રધાન ક્યારેય મળ્યા નથી. જ્યારે અનુરાગ ઠાકુરે કહ્યું છે કે નરેન્દ્ર મોદી 2014થી જ નહીં પરંતુ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમની ફરજ નિભાવી રહ્યા છે. 2001 પછીના 22 વર્ષમાં પણ વડાપ્રધાન મોદીએ એકપણ રજા લીધી નથી. PM મોદી એ 9 વર્ષના કાર્યકાળમાં એક પણ રજા લીધી નથીઆરટીઆઈનો જવાબ આપતા પીએમઓએ તે સમયે પણ એવું જ કહ્યું હતું કે પીએમ બન્યા પછી વડા પ્રધાને એક પણ રજા લીધી નથી. તમને જણાવી દઈએ કે બીજી વખત પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી આસામના મુખ્યમંત્રી દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે અને તેમણે તેના પર ખુશી પણ વ્યક્ત કરી છે. 

Read Saurashtra Kranti E-Paper here

વિદેશમાં આયોજિત ત્રણ હજારથી વધુ કાર્યક્રમોમાં ભાગ લીધો 

વડાપ્રધાન કાર્યાલયના અધિકારી પ્રવેશ કુમારે જવાબ આપતા કહ્યું કે વડાપ્રધાને અત્યાર સુધી કોઈ રજા લીધી નથી અને હંમેશા નિયત સમયે ઓફિસ આવે છે. આ પહેલીવાર નથી જ્યારે પીએમઓએ આવી માહિતી શેર કરી હોય. 2016માં પણ પીએમ ઓફિસ પાસેથી આવી જ માહિતી માંગવામાં આવી હતી, જેનો જવાબ બિલકુલ સમાન છે. સાથે જ વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમોની માહિતી વડાપ્રધાન કાર્યાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. અન્ય એક અહેવાલ મુજબ, પીએમ છેલ્લા નવ વર્ષથી દેશ અને વિદેશમાં આયોજિત ત્રણ હજારથી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા છે. નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે, જેમણે પોતાના 9 વર્ષના કાર્યકાળમાં એક પણ રજા લીધી નથી. RTI પ્રશ્નના જવાબમાં PM મોદીના સતત કામનો ખુલાસો થયો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રફુલ્લ શારદાએ પીએમઓ પાસે માહિતી માંગી હતી કે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેઓ કેટલા દિવસથી વડાપ્રધાન કાર્યાલયમાં આવ્યા છે અને કામનો હિસ્સો બન્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here