ICC ODI રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર નંબર 1 બની ગયો મોહમ્મદ સિરાજ

ICC ODI રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર નંબર 1 બની ગયો મોહમ્મદ સિરાજ
ICC ODI રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર નંબર 1 બની ગયો મોહમ્મદ સિરાજ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ આઇસીસી રેન્કિંગમાં નંબર વન બોલર બન્યા છે. તેમણે સીધા નવમા સ્થાનેથી પ્રથમ સ્થાન હાંસલ કરી ઇતિહાસ રચી દીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

મહત્વનું છે કે એશિયા કપ 2023 ની ફાઇનલમાં સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે રીતસરનો તરખાટ મચાવી છ વિકેટ પોતાને નામ કરી હતી. મિયાં મૈજિક તરીકે ઓળખાતા મોહમ્મદ સિરાજે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડને પણ પછાડી મહત્વનું સ્થાન હાંસલ કરી લીધું છે. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ ત્રીજા નંબરે છે. વર્લ્ડ કપની શરૂઆત પહેલા સિરાજની આ ઐતિહાસિક સિદ્ધિ ગણી શકાય છે. મોહમ્મદ સિરાજના 694 પોઈન્ટ છે અને આ સ્ટાર બોલરે પહેલીવાર ODI રેન્કિંગમાં યશસ્વી સ્થાન હાંસલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે નંબર વન વન ડે બેસ્ટમેન તરીકે બાબર આઝમ અને નંબર વન વન ડે ઓલરાઉન્ડર તરીકે શાકીબ અલ હસન છે.  

સિરાજનું બાળપણ સંઘર્ષથી ભરેલું

મોહમ્મદ  સિરાજ આજે ભલે કરોડોની સંપત્તિનો માલિક હોય પરંતુ બાળપણથી જ એવું નહોતું. સિરાજનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેના પિતા ઓટો રિક્ષા ચાલક હતા અને માતા ઘરનું કામ કરતી હતી. સિરાજને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો અને તે ક્રિકેટ એકેડમીમાં તેના મામા સાથે રમતો હતો. એક દિવસ તેણે 9 વિકેટ લીધી હતી જેના પછી બધાને આ રમતમાં  તેમનું ભવિષ્ય જોવા લાગ્યો હતો. 

Read Saurashtra Kranti E-Paper here

સિરાજના પિતા પાસે ઓછા સંસાધનો હોવા છતાં પણ તેમણે તેમના પુત્રનું સ્વપ્ન પૂરું કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. તેણે સિરાજને એક સારી ક્રિકેટ એકેડમીમાં દાખલ કરાવ્યો જે તેના ઘરથી દૂર હતી. આ માટે સિરાજ બાઇક પર જતો હતો. આ સ્ટાર બોલરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતા તેને દરરોજ 70 રૂપિયા આપતા હતા, જેમાંથી 60 રૂપિયા પેટ્રોલ પાછળ ખર્ચતા હતા અને બાકીના 10 રૂપિયામાં tએ બહાર ભોજન કરતો હતો. આવી સ્થિતિમાં, જ્યારે પણ ટાયર પંચર થાય છે, ત્યારે તેણે તેના મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવા પડતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here