૨ કલાકની સર્જરી બાદ અમદાવાદ સિવિલના ડૉક્ટરોએ સગર્ભાની પ્રસૂતિ કરાવી

કોરોનાકાળમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય પાર્વતીબેન કે જેઓ અગાઉ ટી.બી.ની બિમારીથી પીડાતા હતા. ગર્ભાવસ્થા દરમિયાન ૮માં માસે તેઓને તકલીફ જણાઇ આવતા સામાન્ય તપાસ અર્થે હોસ્પિટલમાં ગયા. હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવામાં આવતા કંઇક ગંભીર અને પહેલા ક્યારેય ન જોયુ હોય તેવી પરિસ્થિતિ જણાઇ આવી હતી. જેથી ત્યાંના તબીબોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે જવા કહૃાુ. પાર્વતીબેન સોનોગ્રાફીના રિપોર્ટ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા.

અહીં ગાયનેક વિભાગના વડા ડૉ. અમિય મહેતાની ટીમ દ્વારા તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી. તેઓનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો પરંતુ તેઓને ન્યૂમોનિયાની અસર હતી. અન્ય તબીબી તપાસ દૃરમિયાન પાર્વતીબેનનો ગર્ભ ગર્ભાશયની બહાર બન્યો હોવાનું જણાઇ આવ્યુ.જે જોઇ તમામ તબીબો આશ્ર્ચર્ય ચકિત થઈ ગયા હતા. આ જોતા તબીબો પાર્વતીબેનની સોનોગ્રાફી, એમઆરઆઈ તેમજ અન્ય રીપોર્ટ કરાવવામાં આવતા જાણવા મળ્યુ કે પાર્વતીબેનના પ્લેસેન્ટા અને ગર્ભ બંને ગર્ભાશયની બહાર પેટના ભાગમાં વિકસિત છે.

તેમના પ્લેસેન્ટાનો ભાગ પેટના વિવિધ અંગો જેવા કે આંતરડા, કિડની સાથે જોડાયેલો હોવાથી આ તમામ પરિસ્થિતીસિાથે પ્રસુતિ ખૂબ જ પડકારજનક બની રહી હતી. આવા પ્રકારની પ્રસુતિમાં નિષ્ણાંત અને અનુભવી તબીબોના માર્ગદર્શન અને સંકલનની ખાસ જરૂર પડતી હોય છે. તેમજ આવા પ્રકારના કેસમાં ગહન અભ્યાસ પણ જરૂરી બની રહે છે.