જૂનાગઢમાં કુદરતી હાજતે ગયેલી ૧૭ વર્ષીય યુવતીને સિંહ ફાડી ખાધી

સામાન્ય રીતે સિંહ મનુષ્યનો શિકાર કરતા નથી. પરંતુ ગઇ કાલે રાત્રે બે સિંહોએ જૂનાગઢના વંથલી તાલુકાના ધણફુલિયા અને સોનેરડી ગામની વચ્ચે આવેલા વિસ્તારમાં એક ૧૭ વર્ષની કિશોરીને ફાડી ખાધી છે. આ ઘટનાથી ખુદ વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. યુવતીનો મૃતદેહ પી.એમ. માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના મોરવા-હડફનો પરપ્રાંતીય પરિવાર અહીં હરસુખભાઈ નામના ખેડૂતની વાડીએ કામ કરતો હતો. બંને કિશોરીએ રાત્રે કુદરતી હાજતે ગઈ હતી. આ દૃરમિયાન બે સિંહોએ તેમના ઉપર હુમલો કર્યો હતો. જોકે એક યુવતી વાડીમાં એવેલી પાણીની કુંડીમાં પડી જતા તે બચી ગઇ હતી.

જૂનાગઢમાં સિંહને મનુષ્યનું મારણ કર્યું હોય તેવો રેરેસ્ટ ઓફ રેર બનાવ છે. બનાવ બાદ વિસ્તરણ રેન્જ ગીર-સોમનાથ એ.સી.પી. ઉષ્મા નાણાવટી ઘટનાસ્થળે દોડી ગયા હતા. જે બાદમાં સિંહોના પકડવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મનુષ્યનું મારણ કરનાર સિંહોનો આજીવન કેદની સજા ફટકારવામાં આવતી હોય છે. એટલે કે આવા સિંહોને પકડીને જંગલમાં નથી છોડવામાં આવતા. તેમને આખી જીદગી એક પાંજરમાં પૂરી દેવામાં આવી છે.