સુરતના કતારગામમાં આધેડ મહિલા ત્રીજા માળેથી પટકાતા મોત

સુરતમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે કતારગામ વિસ્તારમાં આવેલ એક ૭૦ વર્ષની આધેડ મહિલા ત્રીજા માળેથી નીચે પટકાવાને લઈને તેનું મોત થયું હતું. જોકે આ ઘટનાનાં પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જોકે આ મહિલાએ આપઘાત કર્યો છે કે અકસ્માત થતા નીચે પડી છે તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહૃાા છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે તેમાં પણ યુવાનો સાથે આધેડ ઉંમરના લોકો કોઈને કોઈ કારણોસર આપઘાત કરી લેવાની ઘટના લઇને સતત પોલીસ દોડતી થઇ છે.

ત્યારે આજે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપોર નજીકના રુદ્રાક્ષ ઍપાર્ટમેન્ટમાં રહેતા ૭૦ વર્ષીય આધેડ મહિલા અચાનક પોતાના મકાનના ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. જેને લઈને તેમનું ઘટના સાથળ પર કરુણ મોત થયું હતું. જોકે ત્રીજા માળેથી નીચે પટકાતા ઍપાર્ટમેન્ટમાં રહેતા સાથે નજીકના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. જોકે પોલીસે ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

આ આધેડ મહિલાને ચક્કર આવવાની બીમારી છેલ્લા લાંબા સમયથી હોવાનું સામે આવ્યુ હતું. જોકે, મહિલા ત્રીજા માળેથી કેવી રીતે નીચે પટકાયા મામલે પરિવારજનો સમજી સકતા આથી પણ મહિલાના મોતને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, આ મહિલા આપઘાત કરી પોતાના મકાનમાંથી નીચે કૂદી પડી છે કે અક્સ્માતે પડી છે. તેને લઈને તર્ક વિતર્ક થઇ રહૃાા છે. આ વચ્ચે ચોકબજર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.