જૂનાગઢમાં લગ્નના સાત જ દિવસમાં યુવતી થઇ ફરાર

જૂનાગઢ જિલ્લામાં વધુ એક યુવક લૂટેરી દૃુલ્હનનો ’શિકાર’ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના સતીશને લગ્નની લાલચ આપી જૂનાગઢના જોશીપરામાં રહેતા અને પતી-પત્નીની ઓળખાણ આપનાર ભરત મહેતા અને અરૂણા મહેતાએ એક છોકરી સાથે ઓળખાણ કરાવી હતી. બંનેએ કહૃાું હતું કે, યુવતી તેની સંબંધીની દીકરી છે અને તેનું નામ ભગવતી છે. આ રીતે બંનેએ યુવકને લગ્નની લાલચ આપી હતી. ભરત અને અરુણાના કહેવા પ્રમાણે ભગવતી અને સતીશના લગ્ન પણ થયા હતા.

ભગવતી ફક્ત સાત જ દિવસમાં સતીશના ઘરેથી ૭૦ હજાર રૂપિયાનો મોબાઇલ, એક લાખથી વધુના દાગીના અને રોકડ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. લગ્નની લાલચે સતીશ સાથે કુલ ૨.૭૫ લાખ રૂપિયાની છેતરિંપડી કરવામાં આવી હતી. થોડા દિવસો બાદ યુવતીની કથિત માતા ધનુબેન અને કાકા મુન્નાભાઈ ઉર્ફ અનિરુદ્ધિંસહ ગોહિલ જૂનાગઢના આંબલીયા ગામ ખાતે આવ્યા હતા. અહીં ભોગ બનનારા સતીશ અને ભગવતીની મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેના લગ્ન થયા હતા. જોકે, લગ્ન પહેલા આ ટોળકીએ સતીશ પાસેથી રૂપિયા ૫૦ હજાર લીધા હતા. જે બાદમાં ૨૦ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ સતીશ અને ભગવતીના લગ્ન કરાવી નાખ્યા હતા.

લગ્ન વખતે ઠગ ટોળકીએ બીજા ૨૦ હજાર રૂપિયા લીધા હતા. લગ્નમાં અંદાજીત એક લાખ રૂપિયાના ધરેણા અને નવવધૂને સતીશે ગિટમાં ૭૦ હજારનો મોબાઇલ ફોન આપ્યો હતો. આઠ દિવસ બાદ કન્યાના કહેવાતા પરિવારજનો ભગવતીની માતા તેના કાકા આંબલીયા ગામ ખાતે આવ્યા હતા. તમામ કહૃાુ હતું કે, દીકરીને ધરે લઈ જવી છે. થોડા દીવસ બાદ રિવાજ મુજબ તમે ભગવતીને તેડી જજો. આવું કહીને ભગવતી રોકડા રૂપિયા અને ઘરેણા સહિત તમામ વસ્તુઓ સાથે લઈ ગઈ હતી. આ દરમિયાન ભગવતીને ૨૦ હજાર રૂપિયાની જરૂર છે તેમ કહીને બીજા રોકડા રૂપિયા પણ લીધા હતા.