સર્વેશ્વર ચોકમાં દૂર્ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ થયો રદ : એક મહિલાનું મોત

સર્વેશ્વર ચોકમાં દૂર્ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ થયો રદ : એક મહિલાનું મોત
સર્વેશ્વર ચોકમાં દૂર્ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ થયો રદ : એક મહિલાનું મોત
રાજકોટના સર્વેશ્વર ચોક વિસ્તારમાં ગતરોજ સર્જાયેલી મોટી દુર્ઘટના બાદ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે રાજકોટ ખાતે યોજાનાર સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ રદ કરાયો છે. 

Visit Saurashtra Kranti Homepage here

સર્વેશ્વર ચોકમાં દુર્ઘટના સર્જાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજકોટ જિલ્લાનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટના માધાપર બ્રિજનું લોકાર્પણ થવાનું હતું. રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં ગતરોજ મોટી દુર્ઘટના ઘટી હતી. ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા. ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે સમય દરમિયાન અચાનક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા દુર્ઘટના ઘટી હતી. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોએ બચાવની કામગીરી હાથ ધરી હતી.

Read Saurashtra Kranti E-Paper here

સ્થાનિક નેતાઓ પહોંચ્યા હતા ઘટનાસ્થળે

ઘટનાને પગલે સ્થાનિક નેતાઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિના તાંગ મેળવ્યા હતા. સાસંદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય ઉદય કાનગડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ અને પોલીસની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. દુર્ઘટનાને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શહેર ભાજપના અગ્રણીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. એક મહિલાનું મોત અને 10થી વધુ ઈજાગ્રસ્ત સમગ્ર દુર્ઘટનામાં એક ભાવનાબેન ઠક્કર નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here