વિધાન સભાની ચૂંટણીઓ વહેલી નહીં થાય : રૂપાણી

મધ્યસત્ર ચૂંટણીઓના અનુમાનો અને અટકળો પર પૂર્ણ વિરામ

ગુજરાત સરકારના એક મંત્રી રમણ પાટકરના ચુંટણીલક્ષી નિવેદનને પગલે રાજ્યભરમાં ચર્ચા જાગી ઉઠી હતી અને અનુમાનો શરુ થઇ ગયા હતા. જેના પર આજે ખુદ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ જાહેરાત કરી છે કે, વિધાન સભાની ચુંટણીઓ વહેલી થવાની નથી. મુખ્યપ્રધાનને આજે સ્પષ્ટતા કરી હતી કે, વિધાનસભાની ચુંટણીઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ડીસેમ્બર-2022 માં જ યોજાશે. વહેલી અથવા મધ્યસત્ર ચુંટણીઓ યોજાનાર નથી. વન અને આદીજાતી મંત્રી રમણ પાટકરે મધ્યસત્ર ચુંટણી આવી રહ્યાનું ચર્ચાસ્પદ નિવેદન અગાઉ કર્યું હતું. જેના કારણે મુખ્યમંત્રીને સ્પષ્ટા કરી પડી છે.