વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવા માં આવ્યું છે

વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવા માં આવ્યું છે
વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવા માં આવ્યું છે
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તેની સાથે જ અનેક જિલ્લામાં રવિવારે ભારે વરસાદ વરસી રહ્યો છે. હાલમાં છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં પંચમહાલના મોડવાહડફમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રેડ એલર્ટ આપ્યું છે. જેમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે અમદાવાદ સહીત રાજ્યમાં ઘણી જગ્યા પર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ આજે અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.બીજી તરફ જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે. જેમાં વરસાદના કારણે સામાન્ય વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી સ્થિતિના કારણે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here