વરસાદની તંગીથી અનેક ડેમો ખાલી

વરસાદની તંગીથી અનેક ડેમો ખાલી
વરસાદની તંગીથી અનેક ડેમો ખાલી
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ રાજકોટ કલેકટર મારફત મુખ્યમંત્રી, સિંચાઈમંત્રી અને કૃષીમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે. કે,ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભ્યાનમાં સૌરાષ્ટ્રમાં અલગ અલગ જીલ્લામાં આવેલાં 125 થી વધુ ચેકડેમ સંપૂર્ણ લોકભાગીદારીથી રીપેર, ઊંચા, ઊંડાં તેમજ નવા બનાવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં 11,111 ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાના પાછળના દિવસોમા વરસાદની તંગીના હિસાબે લગભગ ચેકડેમો અને નદીઓ સુકાય ગઈ છે. જેથી અનેક ખેડૂતોને ખેતીમાં વાવેતર ન થવાથી અનેક ખેતર ખાલી થઈ ગયા છે. જેથી વરસાદી પાણી રોકી અને સ્ટોરેજ કરીને જમીનમાં ઉતારવા માટે ખેત તલાવડી, નદીઓ અને ચેકડેમો તેમજ તળાવો ઊંડા કરીને તેની ફળદ્રુપ માટી અને ટાસ ઉપાડીને ખેડૂતોના ખેતરમાં નાખવાથી ખુબજ જમીન ફળદ્રુપ બને છે. જેનાથી ખેત ઉત્પાદન માં ખુબ જ ફાયદો થાય છે. તેનાથી આવતા વર્ષે પાણીની સ્ટોરેજ કેપેસીટીમાં વધારો થશે.

Read National News : Click Here

તેમજ સૌરાષ્ટ્રમાં વર્ષો પહેલા બનેલા ચેકડેમોમા ઘણા ચેકડેમો જર્જરીત અને તૂટેલી હાલતમાં છે તો તે ચેકડેમોને ફરીથી રીપેરીંગ કરી ને સજીવન કરવા માટે 80-20 ની યોજના તાત્કાલિક ચાલુ કરવા આપને નમ્ર વિનંતી છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વીરાભાઈ હુંબલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, સતિષભાઈ બેરા, પ્રકાશભાઈ કનેરિયા, જીગ્નેશભાઈ પટોળીયા, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ગાજીપરા, વલ્લભભાઈ કથીરિયા,બીપીનભાઈ હદવાણી, દિલીપભાઈ લાડાણી, પરશોત્તમભાઈ કમાણી, જેરામભાઈ વાંસજાળિયા, ચંદુભાઈ વિરાણી, અરવિંદભાઈ પણ, ઉમેશભાઈ માલાણી, ગોપાલભાઈ બાલધા, શિવલાલભાઈ અદ્રોજા,રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુપતભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા,લક્ષ્મણભાઈ શિંગાળા, ભરતભાઈ પીપળીયા, મહેન્દ્રભાઈ કાલરીયા, રતિભાઈ ઠુંમર દ્વારા સરકારને વિનંતી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here