વડોદરામાં ૨૮માં મેયર-ડેપ્યુટી મેયરના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા મળી

વડોદરા મહાનગર સેવા સદનમાં ૨૮માં નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયરના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ગૃહ ખાતે પ્રથમ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ૭૬ પૈકી ૭૫ ચૂંટાયેલા કાઉન્સિલરો હાજર રહૃાા હતાં. જ્યારે એક કાઉન્સિલર ઓનલાઈન હાજર રહૃાા હતા. મેયરે મારું વડોદરા, મારું સ્વચ્છ વડોદરા ,મારું સ્વસ્થ વડોદરા, મારું પાણીદાર વડોદૃરા, મારું ગ્રીન વડોદરા અને મારું સુંદર વડોદરા બનાવવા માટે તમામ કાઉન્સિલરોના સહકારથી વડોદરાના નગરજનોને ખાતરી આપી હતી.

નવનિયુક્ત મેયર કેયુર રોકડીયા અને ડેપ્યુટી મેયર નંદાબેન જોષીના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં કાઉન્સિલરોએ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિત તમામ નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને શુભેચ્છા પાઠવી હતી.વડોદરાનો સર્વાંગી વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્ય પરાક્રમિંસહ જાડેજાએ જણાવ્યું હતું કે ,અમને વિશ્ર્વાસ છે કે, અમે જે લોકોની વચ્ચે જઈને વડોદરાના વિકાસ માટે જે વચનો આપ્યા છે, તે પુરા કરીશું તેવી આશા રાખું છું.

વડોદરા શહેર દેશમાં ૧ થી ૩ નંબરમાં આવે તેવી આશા રાખું છું. કોંગ્રેસના કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના વિકાસ માટે પ્રજાએ આપણને જે જવાબદારી સોંપી છે. તે જવાબદારી પૂરી કરવામાં આપણે સૌ ખરા ઉતરીએ તેવી આશા રાખું છું. તે સાથે પાણી, સેનિટેશન, સ્ટ્રીટવેન્ડર પોલિસી જેવા કામો ઝડપથી થાય તેવી અપેક્ષા રાખું છું. શહેરના વિકાસલક્ષી કોઈપણ કામો હશે તો હું કોંગ્રેસના તમામ સભાસદો વતી સહકાર આપવાની ખાતરી આપું છું.