જેતપુરમાં ટેક્રરે અચાનક ટર્ન લેતા પાછળ આવતો ટ્રક રોંગ સાઇડમાં ઘૂસ્યો, એકનું મોત

જેતપુર શહેરનો ધારેશ્ર્વર રોડ અકસ્માત માટે કુખ્યાત બની ગયો છે. અહીં પંદર દિવસમાં એકાદ અકસ્માત તો થાય જ છે. ગઇકાલે સાંજે વિચિત્ર અકસ્માત થયો હતો. ટેક્રરચાલકે અચાનક ટર્ન લેતા પાછળ આવી રહેલો ટ્રકચાલક સ્ટિયિંરગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને રોંગ સાઇડમાં ઘૂસી ગયો હતો. આથી સામે આવી રહેલા બાઇકચાલક પર ટ્રક ચડાવી દીંધો હતો. બાઇકચાલક ટ્રકના પાછળના જોટામાં આવી જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ તરફ જઇ રહેલો ટ્રક ધારેશ્ર્વર રોડ પાસે પહોંચતા આગળ જઇ રહેલા એક ટેક્ધરચાલકે અચાનક ટર્ન લીધો હતો.

આથી પાછળ પૂરપાટ ઝડપે આવતા ટ્રકે અકસ્માતથી બચવા તેણે રોંગ સાઈડ એટલે કે સામેની બાજુ ટ્રક વાળી લીધો હતો. તેમ છતાં ટ્રકના આગળના ભાગે ટેક્ધરના આગળના ભાગને હડફેટે લઈને સામેની બાજુ ચાલ્યો ગયો હતો. સામેની સાઈડમાં ધારેશ્ર્વરથી જ કડીયા કામ કરીને પોતાના ઘરે બાઇક પર પરત ફરી રહેલા દેવશીભાઈ હાજાભાઈ બાટા (ઉં.વ.૬૫)ને હડફેટે લઈ ટ્રક રોડની નીચે ઉતરી ગયો હતો.

જેમાં દેવશીભાઈ બાઇક સહિત ટ્રકના પાછળના જોટા હેઠળ ચગદાઈ ગયા હતાં. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિકજામ સર્જાઇ ગયો હતો. ટ્રક હેઠળ ફસાઇ ગયેલા દેવશીભાઈને મહામહેનતે બહાર કાઢી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. આ ઘટનામાં જેતપુર પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.