વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં ૧૩ કરોડના ખર્ચે એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવાશે

પ્રધાનમંત્રી ગુજરાતના 21 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી ગુજરાતના 21 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરી રહૃાા છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનાવાશે. તેમજ વિધાનસભા પરિસરમાં ગુજરાત નો ઇતિહાસ દૃર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનાવાશે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, પીએમ ના વતન વડનગર ખાતે રૂ. ૧૩ કરોડના ખર્ચે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવાશે. રાજ્ય સરકારના બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે નવા સદસ્ય નિવાસસ્થાન બનાવવામાં આવશે.