રાજકોટ મનપામાં વહીવટદાર રાજ, પદાધિકારીઓએ ઓફિસ-કાર જમા કરાવી

રાજકોટ મનપામાં આજથી પદાધિકારીઓની ટર્મ પૂરી થઈ છે. હવે મનપાના કમિશનર ઉદિત અગ્રવાલે જ ખુદ વહીવટદારનો ચાર્જ સંભાળ્યો છે. ઉદિત અગ્રવાલ મનપાની નવી ચૂંટાયેલી પાંખ આવે ત્યાં સુધી વહીવટદૃાર તરીકે ફજર બજાવશે. ત્યારે આજે શાસક અને વિપક્ષના પદાધિકારીઓએ આજે સોમવારે મનપાને પોતાની ઓફિસની ચાવી અને કાર જમા કરાવી દીધી છે.

પાંચ વર્ષના સમયગાળા દરમિયાન શહેરના વોર્ડ નં.૨માં સૌથી વધુ ૯૫ કરોડ રૂપિયાના ખર્ચે કામો થયા છે. જ્યારે સૌથી ઓછા વોર્ડ નં.૧૫માં ૪.૧૦ કરોડ રૂપિયાના ખર્ચે કામો થયા છે. કાર જમા કરાવતા જ ડે.મેયર અશ્ર્નિન મોલિયા કારમાંથી સીધા સ્કૂટર પર આવી ગયા છે.

મહાપાલિકાએ પાંચ વર્ષમાં રસ્તાઓ પાછળ સરેરાશ રૂપિયા ૧ કરોડથી ૫ કરોડનો ખર્ચ કર્યો છે. રસ્તામાં મેટિંલગ, સી.સી.રોડ તેમજ પેવર કામોને અગ્રતા આપવામાં આવી હોવાનું મેયરે જણાવ્યું હતું. જો કે દરેક વોર્ડમાં દૃર ચોમાસા બાદૃ રસ્તાઓ ધોવાઈ જતા વારંવાર એકના એક કામો કરવા પડે છે અને દર વર્ષે કરોડો રૂપિયાને ચૂનો લાગી જતો હોવાનું વિપક્ષી સુત્રોએ જણાવ્યું હતું.