રાજકોટ બાર એસોસીએશનની ચુંટાયેલ ટીમ સૌરાષ્ટ્ર ક્રાંતીની મુલાકાતે  

રાજકોટ બાર એસોસીએશનની ચુંટાયેલ ટીમ સૌરાષ્ટ્ર ક્રાંતીની મુલાકાતે  
રાજકોટ બાર એસોસીએશનની ચુંટાયેલ ટીમ સૌરાષ્ટ્ર ક્રાંતીની મુલાકાતે  
રાજકોટ બાર એશોસીયેશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી, પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર રાજેન્દ્રસિંહ ઝાલા, લાઈબે્રરી સેક્રેટરી મેહુલ મેહતા, મહિલા અનામત કારોબારી સભ્ય રેખાબેન લીબાસીયા.

Visit Saurashtra Kranti Homepage here

કારોબારી સર્વે સભ્યો અજય પીપળીયા, કૌશલ વ્યાસ, ભાવેશ રંગાણી, અમિત વેકરીયા, નિકુંજ શુકલ, પીયુસ સખીયા, અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, હીરલબેન જોષી રાજકોટ બાર એશોસીયેશનની ચુંટાયેલ બોડી  દ્વારા વર્ષ 2023-2024ની યોજાયેલ ગરીમા પુર્ણ ચુંટણીમાં સમગ્ર ટીમને મતરૂપી આશીર્વાદ આપી ચુંટી કાઢવા બદલ સીનીયર, જુનીયર વકીલો, મહિલા વકિલો ઉપરાંત સમગ્ર ચુંટણી પ્રક્રિયામાં શરૂતી અંત સુધી ચુંટણી અધીકારી તરીકે તેમજ મદદનીશ તરીકે કામ કરનાર પુરી ટીમનો ઉપરાંત સહયોગી તમામ બાર એશોસીયેશનની પુરી બોડીના સભ્યો સહીતના વકીલ મિત્રોનો પણ આભાર વ્યકત કરી જણાવેલ કે ચુંટણી દર વર્ષે આવતી હોય છે, સામ સામે ચુંટણી લડી રહેલ દરેક વકીલ મિત્રો જ હોય છે અને ચુંટણી પુરી થઈ ગયા બાદ બાર એશોસીયેશનના દરેક વકીલ મિત્રો વચ્ચે ઉષ્મા ભર્યા સબંધો જળવાઈ રહે અને બારના હીતમાં સૌ સાથે મળી આગળની કાર્યવાહી કરીએ તે સોસાયટી માટે સારો સંદેશો કહેવાય, ચુંટણી તો માત્ર એક વ્યવસ્થાનો ભાગ છે .

Read National News : Click Here

સબંધો કાયમીના હોય છે,રાજકોટ બાર એશોસીયેશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ સહીતની બોડીની આખી ટીમ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ મુલાકાતે આવેલ તે વખતે જણાવેલ કે તાજેતરમાં જુના કોર્ટ બીલ્ડીંગમાંથી નવા કોર્ટ બીલ્ડીંગમા સીફટ થવા અંગેની પ્રક્રિયામાં બાર અને બેંચ વચ્ચેની કડી થઈ શાંતીથી તમામ બાબત પ્રક્રિયા પુર્ણ થાય અને યોગ્ય સગવડતાઓ મળી રહે તેવા પ્રયત્ન ઉપરાંત નવા કોર્ટ બીલ્ડીંગમાં તમામ બા2ના વકીલોને પુરતી સુવીધા મળી રહે ઉપરાંત નોટરીની નિમણુંક અન્વયેના બાકી પ્રશ્ર્ન અન્વયે યોગ્ય ઉકેલ માટે ઉચ કક્ષાએ રજુઆતો કરવા ઉપરાંત વકીલોને રોજબરોજની પડતી મુશ્કેલીઓમાં ખંભે ખંભો મીલાવી મુશ્કેલીઓ દુર કરવાના પ્રયત્નો ઉપરાંત રાજકોટને ટ્રીબ્યુનલની બેંચ મળી રહે તે દીશામાં કાર્યવાહી સહીતના મુખ્યબાર અને પેટા બારોના જે જે અલગ પ્રશ્ર્નો હોય તે પ્રશ્ર્નો સબંધે સાથે બેસી ચર્ચા વીચારણા કરી સુમેળ ભર્યા વાતાવરણમાં શાંતી પુર્ણ ઉકેલ આવે અને વકીલોના પ્રશ્ર્નો ઉપરાંત કોઈ જગ્યાએ વકીલોની ગરીમાને કોઈજ રીતે કોઈ સરકારી કે અન્ય તંત્રો ઠેસ પહોંચાડે નહીં તે માટે રાજકોટ બાર એશોસીયેશનની બોડીના દરેક સભ્યોએ પ્રહરી તરીકે ખડે પગે રહી વકીલોની આન, બાન, શાન માટે કાર્યરત રહેવાનું જણાવેલ હતુ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here