રાજકોટ જીલ્લા કિસાન મોરચાનો રાજ્યમાં દ્વિતીય અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે

રાજકોટ જીલ્લા કિસાન મોરચાનો રાજ્યમાં દ્વિતીય અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે
રાજકોટ જીલ્લા કિસાન મોરચાનો રાજ્યમાં દ્વિતીય અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે
ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ગુજરાત પ્રદેશ આયોજિત નમો કિશાન કબડ્ડી પ્રતિયોગિતા – 2023 અંતર્ગત રાજકોટ જિલ્લા કિશાન મોરચા દ્વારા જીલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા ગોંડલ ખાતે યોજવામાં આવેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રાજકોટ જિલ્લાની પાંચેય વિધાનસભા 71-રાજકોટ ગ્રામ્ય, 72-જસદણ વીંછિયા, 73-ગોંડલ, 74-જેતપુર જામકંડોરણા અને 75-ધોરાજી ઉપલેટાના કુલ 17 મંડલ(તાલુકા) એટલે કે લોધિકા, કોટડા સાંગાણી, રાજકોટ તાલુકા, જસદણ શહેર, જસદણ તાલુકા, વીંછિયા, ગોંડલ શહેર, ગોંડલ તાલુકા, જેતપુર શહેર, જેતપુર ગ્રામ્ય, જામકંડોરણા, ઉપલેટા શહેર, ઉપલેટા તાલુકા, ધોરાજી શહેર, ધોરાજી તાલુકા, ભાયાવદર અને પડધરી એમ તમામ મંડલની કબડ્ડી ટીમના 204 ખેલાડીઓ વચ્ચે વિધાનસભા દીઠ કુલ 14 લીગ મેચો રમાડવામાં આવેલ આ લીગ મેચના અંતે જસદણ ગ્રામ્યની ટીમ વિજેતા બની હતી.

જેમાં રાજકોટ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન ટીમ બનેલ જસદણ ગ્રામ્યની ટીમને ગુજરાત પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવેલ હતી. જે પ્રદેશ કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જસદણ ગ્રામ્યની ટીમ ફાઈનલ સુધી પહોચી ફાઈનલમાં રનરઅપ રહી હતી. આ પ્રદેશ કક્ષાની કબ્બડી સ્પર્ધામાં રાજકોટ જીલ્લાની જસદણ ગ્રામ્યની ટીમ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે તથા ગુજરાત રાજ્યમાં બીજા નંબરે આવતા રાજકોટ જીલ્લા સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, જીલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા તથા જીલ્લા હોદેદાર, જીલ્લા મોરચાના હોદેદાર અને કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમ દરમિયાન તમામ ખેલાડીઓને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા રનરઅપ ટ્રોફી આપવામાં આવેલ.

Read National News : Click Here

ગુજરાત કિસાન મોરચા દ્રારા આયોજિત નમો કિસાન કબડ્ડી સ્પર્ધામાં કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ પટેલ, રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા, ડો. અનિલ બોન્ડેજી, ફલજીભાઇ ચોધરી, ધારાસભ્ય ભગાભાઇ બારડ અને પ્રદેશ હોદ્દેદારો, જીલ્લાઑના હોદેદારો, ખેલાડીઓ હાજર રહેલ 33 માથી 27 ટીમોએ ભાગ લીધેલ અને એક થી એક ચડીયાતી જોરદાર ટીમો રહી,પ્રદેશ ભાજપ કિસાન મોરચાએ આયોજન કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here