રાજકોટમાં સવારથી જ મુશળધાર વરસાદ શરૂ:અનેક ગામોને કરાયા એલર્ટ,ખેડોતોમાં ખુશખુશાલી

રાજકોટમાં સવારથી જ મુશળધાર વરસાદ શરૂ:અનેક ગામોને કરાયા એલર્ટ,ખેડોતોમાં ખુશખુશાલી
રાજકોટમાં સવારથી જ મુશળધાર વરસાદ શરૂ:અનેક ગામોને કરાયા એલર્ટ,ખેડોતોમાં ખુશખુશાલી
ગુજરાતમાં શનિવાર સાંજથી મેઘરાજા ઓળઘોળ થયા છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનો આખો કોરો ગયા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ દિલ ખોલીને વરસવાનું મન બનાવી લીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

શનિવારથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાનું ફરી આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે ગુજરાતના 190થી વધારે ગામોને એલર્ટ કરાયા છે. આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતાં નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટી કરતાં 10 ફૂટ વધુ પાણી વહેતાં ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નર્મદાનાં પાણીએ ભરૂચમાં તારાજી સર્જવા સાથે લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે.

NDRFની ટીમો ખડેપગે તૈનાત 

મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ધુંઆધાર વરસાદ વરસતાં રાજ્યમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઇ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી છે. તો નર્મદા જિલ્લામાં NDRFની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં આવનારા 24 કલાકમાં રાજકોટ, જૂનાગઢ, વડોદરા, અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સ્થિતિને લઇ તમામ જિલ્લામાં 1-1 ટીમ મોકલવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ 1 NDRFની ટીમ મોકલાઇ છે. મહત્વનું છે કે, રવિવારે ભારે વરસાદ વચ્ચે NDRFની ટીમે ફસાયેલા અનેક લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

Read Saurashtra Kranti E-Paper here

ભરૂચમાં ભારે વરસાદના લીધે મુંબઈ-અમદાવાદ રેલ સેવાને અસર થઈ છે. ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળતા રેલ સેવા બંધ કરાઈ છે. ગોલ્ડન બ્રિજ, નર્મદામૈયા બ્રિજ બાદ સિલ્વર બ્રિજ પણ બંધ કરાયો છે. સુરતથી વડોદરા તરફ જતી તમામ ટ્રેન રદ કરાઈ છે. વામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ આજે અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે.ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થતા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં પંચમહાલના મોડવાહડફમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે.  આજે અમદાવાદ સહીત રાજ્યમાં ઘણી જગ્યા પર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રેડ એલર્ટ આપ્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here