દેશના લોકોના સન્માનની રક્ષા માટે વિકાસનો નવો અધ્યાય લખવા માટે સંપૂર્ણપણે તૈયાર : સોનિયા ગાંધી

દેશના લોકોના સન્માનની રક્ષા માટે વિકાસનો નવો અધ્યાય લખવા માટે સંપૂર્ણપણે તૈયાર : સોનિયા ગાંધી
દેશના લોકોના સન્માનની રક્ષા માટે વિકાસનો નવો અધ્યાય લખવા માટે સંપૂર્ણપણે તૈયાર : સોનિયા ગાંધી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષાતામાં કોંગ્રેસ કાર્યસમિતિની બે દિવસની બેઠક આજથી હૈદરાબાદમાં શરૂ થશે. આ બેઠક પહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી તેલંગાણા અને દેશના લોકોના સન્માનની રક્ષા માટે વિકાસનો નવો અધ્યાય લખવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Visit Saurashtra Kranti Homepage here

તેલંગાણાના લોકોને લઇ એક સંદેશ આપતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી  હંમેશા તેલંગાણાના લોકોની આકાંક્ષાઓ સાથે ઉભી છે.  અમે પહેલા તેલંગાણાના લોકોને વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે. હવે રાજ્યને પ્રગતિ અને સમૃદ્ધિના નવા યુગમાં લઈ જવાનો સમય છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી તેલંગાણા અને દેશના તમામ લોકો માટે આદર સાથે વિકાસનો નવો અધ્યાય લખવા માટે તૈયાર છે.આ બે દિવસ ચાલનારી બેઠકમાં ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે, જો કે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને મહાગઠબંધન I.N.D.I.Aને લઈને પણ ચર્ચા થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here