રાજકોટમાં નવેમ્બર માસમાં સિટી બસ અને બીઆરટીએસનો ૪ લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો

રાજકોટના રાજમાર્ગો પર ઇલેક્ટ્રિક સીટી બસ દોડશે
રાજકોટના રાજમાર્ગો પર ઇલેક્ટ્રિક સીટી બસ દોડશે

રાજકોટમાં ચાલતી સિટી બસ અને બીઆરટીએસ બસ અંગેનો નવેમ્બર મહિનાનો રિપોર્ટ મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સિટી બસમાં નવેમ્બર મહિનામાં ૩,૫૭,૦૩૪ મુસાફરોએ લાભ લીધો હતો. શહેરના ૩૩ રૂટ પર ૬૫ સિટી બસ ચાલી રહી છે. નવેમ્બર મહિનામાં સિટી બસના ૩ કન્ડક્ટરને કાયમી અને ૧૨ કન્ડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીઆરટીએસ બસ સેવામાં નવેમ્બર મહિનામાં ૧,૬૧,૯૦૩ મુસાફરોએ લાભ લીધો હતો.
સિટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રિપેિંરગ તથા નાગરીકોની જાણકારી માટે તેના પર ટાઇમ ટેબલ અદ્યતન કરવાનું કાર્ય ચાલુ છે. સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ ૮,૭૨૫ કિ.મી.ની પેનલ્ટી મુજબ કુલ રૂ. ૩,૨૪,૨૯૬ની પેનલ્ટી કરવામાં આવી છે. સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી ડી.જી. નાકરાણીને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ. ૨૧૦૦૦ની પેનલ્ટી કરવામાં આવી છે. સિટી બસ સેવામાં સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ. ૬૦૦ની પેનલ્ટી કરવામાં આવી છે.
સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા અંગે કુલ ૩ (ત્રણ) કંડક્ટરને કાયમી ધોરણે ફરજ મુક્ત કરવામાં આવ્યા છે તથા ૧૨ કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોવિડ-૧૯ અંતર્ગત રૂટ પર કુલ ૧૦ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. આ સેવામાં નવેમ્બર મહિના દૃરમિયાન કુલ ૭૦,૬૬૮ કિ.મી. બસ ચાલી છે. તથા કુલ ૧,૬૧,૯૦૩ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવ્યો છે.