રાજકોટમાં દિવાળી નજીક : અંતિમ રવિવારે બજારોમાં રોનક જોવા મળી

રાજકોટમાં દિવાળી નજીક : અંતિમ રવિવારે બજારોમાં રોનક જોવા મળી
રાજકોટમાં દિવાળી નજીક : અંતિમ રવિવારે બજારોમાં રોનક જોવા મળી
હિન્દુઓનો પવિત્ર તહેવાર દિવાળી આગામી તા.12મીએ છે તે પુર્વેનાં અંતિમ રવિવારે રાજકોટ સહીત સર્વત્ર બજારોમાં રોનક જોવા મળી હતી. ખરીદી કરવા માટે લોકો ઉમટયા હોય બજારોમાં હકડેઠઠ ભીડ હતી. રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ સહીતની પરંપરાગત બજારો ઉપરાંત ન્યુ રાજકોટની માર્કેટ ધમધમી હતી.

Visit Saurashtra Kranti Homepage here

કપડા, ફ્રુટવેર, ડેકોરેશન, ઈલેકટ્રોનિકસ સહીતની માર્કેટોમાં નવા વર્ષની ખરીદી માટેનો ઉત્સાહ હતો. દિવાળીનાં તહેવારને આડે હવે માંડ ગણતરીનાં દિવસો બાકી છે અને કર્મચારીઓને પગાર-બોનસમાં ચુકવણા શરૂ થઈ ગયા છે. ત્યારે હવે બાકીના દિવસોમાં પણ માર્કેટોમાં ઉત્સાહ પૂર્વકની ખરીદીનો ધમધમાટ યથાવત રહી શકે છે. તહેવારના દિવસો જેમ જેમ નજીક આવશે તેમ તેમ ઉત્સાહ વધવાનું મનાય છે. ગમે તે હોય રાજકોટ આપણું રંગીલું કહેવામાં આવે છે ત્યારે જ્યારે વાત કરવામાં આવે કે રાજકોટ ની તો ખરીદીમાં રાજકોટ નો સામનો કોય ના કરી સકે રાજકોટ ની બજારોમાપગ મુકવાની જગ્યા જોવા ના મળે ત્યારે જ્યારે દિવાળી ની વાત કરવામાં આવે ત્યારે આપના રાજકોટ માં એજ રંગ અને ઉલાસ જોવા મળી રહ્યો છે. ત્યારે કાલે રવિવાર ના સવારથી જ ભાડે ભીડ જોવા મળી હતી અને લોકો ભારે જોશ થી પોતાના ખરીદી કરી ને આનંદ જોવા મળ્યો હતો.

Read National News : Click Here

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:25/10/2023 થી તા:31/10/2023 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.જેમાં 225 પરચુરણ માલ સામાન, 273 કિલોગ્રામ શાકભાજી, 33 રેકડીઓ, 1111 બોર્ડ બેનર જપ્ત કર્યા હતાં.રૈયાધાર મેઈન રોડ, લાખના બંગલા વાળો રોડ, હોસ્ટ ઝોન, કાલાવડ રોડ, ગોવર્ધન ચોક, ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, લીમડા ચોક, આહિર ચોક, એસ્ટ્રોન પાસેથી બોર્ડ-બેનરો ઉતારી લેવામાં આવ્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here