મેઘ મહેરબાન : ગુજરાતમાં હજુ કાલ સુધી વરસાદ પડશે

મેઘ મહેરબાન : ગુજરાતમાં હજુ કાલ સુધી વરસાદ પડશે
મેઘ મહેરબાન : ગુજરાતમાં હજુ કાલ સુધી વરસાદ પડશે

ચોમાસાની શરૂઆત થઇ ગયી છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોચી વળવા રાહત કમિશનર જેનુ દેવાનની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવમાં આવી હતી.

મેઘ મહેરબાન : ગુજરાતમાં હજુ કાલ સુધી વરસાદ પડશે ગુજરાત

આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.04 જુલાઈ, 2024 સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

મેઘ મહેરબાન : ગુજરાતમાં હજુ કાલ સુધી વરસાદ પડશે ગુજરાત

આ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે એન.ડી.આર.એફ.ની 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે તથા 5 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે તેમજ એસ.ડી.આર.એફ.ની તમામ પ્લાટૂન જરૂરીયાત જાણાતા સ્થળે ડિપ્લોય કરી દેવામાં આવી છે અને સમગ્ર ટીમો જિલ્લા વહીવટીતંત્રના આદેશાનુસાર રાહત/બચાવની કામગીરી કરી રહ્યા છે.

મેઘ મહેરબાન : ગુજરાતમાં હજુ કાલ સુધી વરસાદ પડશે ગુજરાત

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, હાલમાં રાજયમાં 29% જેટલું વાવેતર થઈ ગયું છે તેમજ વરસાદના કારણે રાજયમાં પાકમાં કોઈ પણ નુકશાનીની ભીતિ નથી.

રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here